Home દેશ - NATIONAL CM એકનાથ શિંદેએ અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ નામની કરી જાહેરાત

CM એકનાથ શિંદેએ અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ નામની કરી જાહેરાત

55
0

(GNS),01

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અહીં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે, અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરવામાં આવશે. ઘણા સમયથી આ શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે પ્રતીક્ષા પૂરી થઈ. ડિસેમ્બર 2022 માં પણ, શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે વિધાન પરિષદમાં કહ્યું હતું કે, મેં મહારાષ્ટ્રના આ જિલ્લાનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરવા માટે જિલ્લા પ્રશાસન પાસેથી પ્રસ્તાવ માંગ્યો છે. હવે લાગે છે કે, ટૂંક સમયમાં તેમની માંગણી મંજૂર કરવામાં આવશે. સત્તામાં આવ્યા બાદ, શિંદે શિવસેના- અને ભાજપે કેટલાક શહેરોનાં નામ બદલી નાખ્યાં છે, જેમ કે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર કર્યું. તે જ સમયે, ઉસ્માનાબાદ ધારાશિવમાં બદલાઈ ગયું. આ ઉપરાંત ભાજપે અહમદનગરનું નામ બદલીને અહલ્યાબાઈ નગર કરવાની માંગ કરી હતી.

આ પહેલા ભાજપના નેતા ગોપીચંદ પડલકરે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું કે, અહલ્યાબાઈ હોલકરનો જન્મ અહમદનગરના ‘ચૌંડી ગામમાં’ થયો હતો. અહલ્યાબાઈના આ શહેર સાથેના જોડાણને જોતા તેનું નામ બદલવાની માંગ ઉઠી હતી. બીજી તરફ, જિલ્લાની વેબસાઈટ પર નજર કરીએ તો ઈ.સ.પૂર્વે 240નો ઈતિહાસ ધરાવતું આ શહેર અનેક સામ્રાજ્યોનો હિસ્સો રહ્યું છે. 1486 પહેલા અહમદનગરને નિઝામશાહી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. 1486 માં મલિક અહમદ નિઝામ શાહ બહમાની સામ્રાજ્યના વડા પ્રધાન હતા. તેમણે એક શહેરનો પાયો નાખ્યો જે હવે અહેમદ નગર તરીકે ઓળખાય છે. પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આ જાહેરાત બાદ આ શહેર ફરી તેનું ગૌરવ પ્રાપ્ત કરશે અને ફરીથી ‘અહિલ્યાબાઈ નગર’ તરીકે ઓળખાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિબિલ સ્કોર ઓછો હોય તો બેન્ક એજ્યુકેશન લોન રિજેક્ટ કરી શકે નહીં – કેરળ હાઈકોર્ટ
Next articleયુથ કોંગ્રેસે સચિન તેંડુલકરના બંગલાની બહાર પોસ્ટર લગાવ્યા