Home મધ્ય ગુજરાત અમદાવાદ CID ક્રાઈમ દ્વારા ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં 17 સ્થળોએ દરોડા

CID ક્રાઈમ દ્વારા ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં 17 સ્થળોએ દરોડા

23
0

ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનાં આધારે વિઝા અને વર્કપરમીટ આપતી એંજન્સી પર તપાસ હાથ ધરાઈ

(જી.એન.એસ),તા.૧૬

ગુજરાતીઓમાં વિદેશ જવાના ક્રેઝનો લાભ ઉઠાવીને લોકો સાથે વધતા ઠગાઈના કિસ્સા વચ્ચે CID ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી હેઠળ રાજ્યના ત્રણ મહાનગરોમાં વિવિધ 17 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનાં આધારે વિઝા અને વર્કપરમીટ આપતી એંજન્સી પર તપાસ પૂર્ણ કરાઈ છે. CID ક્રાઈમ દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં 8 – 8 સ્થળોએ અને વડોદરામાં 1 સ્થળે દરોડો પાડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ADGP CID ક્રાઈમ રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, અનેક ફરિયાદો મળી હતી કે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં માટે અનેક લોકો પાસેથી ઠગાઈ કરાઈ હતી. જેના અનુસંધાને એક મહિના પહેલાથી એજન્ટોનું સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. ગત રાત્રે શંકાસ્પદ ઓફિસો પર રેડ કરવામાં આવી.

અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 જેટલી ઓફિસોમાં રેન્ડ કરવામાં આવી હતી. જે ઓફિસો પૈકી સીઆઈડી ક્રાઈમ દ્વારા અનેક ડોક્યુમેન્ટ કબ્જે કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૭ પાસપોર્ટ, ૧૮૨ પાસપોર્ટ ની કોપી, ૭૯ માર્કશીટ, ઈલેક્ટ્રિક ગેજેટ ૫૩, નોટરી ૮ તથા રોકડ રકમ ૫.૫૬ લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. એફએસએલ દ્વારા ડોક્યુમેન્ટ ની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં ખોટા ડોક્યુમેન્ટ બનવાવા અને ડોક્યુમેન્ટ મોડીફાઈ કરાયા હોવાની વિગતો મળી છે. તમામ ડોક્યુમેન્ટની ખરાય કરવામાં આવશે. વિદેશ મોકલવા માટે અરજદાર પાસેથી અલગ અલગ પૈસાઓ લેવામાં આવતા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત છ મહિના લંબાવી
Next articleપોરબંદરના ડોન સમજતા રમેશ છેલાણા ગેંગને કાયદાનું ભાન કરાવી જેલના પાંજરે પુરતી પોલીસ