CBSE બોર્ડ દ્વારા CBSE શાળાના વિદ્યાર્થી માટે વિવિધ રમતની સ્પર્ધા દર વર્ષે યોજાય છે. જેમાં CBSE ક્લસ્ટર XIII એથ્લેટિક સ્પર્ધા અડાલજ ખાતે તાજેતરમાં યોજાઈ હતી, જેમાં ગુજરાત, દીવ દમન માંથી 45 જેટલી સ્કૂલોની ટીમો ભાગ લીધો હતો. ભાવનગર માંથી નૈમિષારન્ય સ્કુલ વિદ્યાર્થીઓ વિવિધ વય ગ્રુપમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર 19 વય ગ્રુપમાં મહર્ષિ રાજ્યગુરુ ચર્ક ફેકમાં સિલ્વર મેડલ તેમજ માધવરાજ સોલંકી ગોળાફેકમાં અન્ડર 14 વય ગ્રુપમાં સિલ્વર મેડલ જીતી ઉપરોકત બને ખેલાડીઓ આગામી દિવસો માં વારાણસી (ઉતર પ્રદેશ) ખાતે યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
તેમજ હાર્દી ગોહિલ 800મી દોડ અન્ડર 14 વય ગ્રુપમાં 800મી બ્રોન્જ મેડલ, ઓમ કુવાડિયા 1500મી દોડ અન્ડર 17 વય ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ, પર્વ પ્રજાપતિ ત્રિપલ જમ્પ અન્ડર 17 વય ગ્રુપમાં સિલવર મેડલ, અન્ડર 17 વય ગ્રુપમાં 4 × 400મી રીલે રેસમાં વત્સલ મહેતા, પર્વ પ્રજાપતિ, ઓમ કુવાડિયા, શોર્ય ગુપ્તા સિલ્વર મેડલ જીતેલ ભાવનગર તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું.
તેમજ સમગ્ર ટીમમાં અન્ડર 14માં જેનીલ શુકલા 100મી, દીક્ષિત ધોળકિયા 200મી, હિતાંશુ રૂપારેલીયા 800મી, ધર્મરાજસિંહ ગોહિલ લોંગ જમ્પ, પલક ઈટાલીયા લોન્ગ જમ્પ, ભક્તિ ત્રિવેદી 200મી માં અંદર 17માં યક્ષ ગાબની 800મી, કબીર પટેલ, નિત્યા વોરા ચક્ર ફેક અને બરછી ફેંક, ભાગ લઇ શ્રેષ્ઠ પ્રદશન કરેલ અને શાળાનું ગૌરવ વધાર્યું હતું, ઉપરોક્ત ખેલાડીઓને તાલીમ શાળા વ્યાયાયમ શિક્ષક શરદ ગોહેલે આપેલ તો આ બદલ શાળાના પ્રિન્સીપાલ કે.પદમાસિંઘ તેમજ શાળાના સંચાલક કે.પી.સ્વામી અભિનંદન પાઠવ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.