Home દુનિયા - WORLD રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો બાઈડન પુતિન સાથે મુલાકાત કરવા...

રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો બાઈડન પુતિન સાથે મુલાકાત કરવા તૈયાર

73
0

(જી.એન.એસ),તા.૨૧


વોશિંગ્ટન


રાષ્ટ્રપતિ જો બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ‘સૈદ્ધાંતિક રીતે’ મળવા માટે સહમત છે. પરંતુ એવી સ્થિતિમાં કે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ જંગના જોખમને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિના અધિકૃત ભવન Elysee Palace તરફથી પણ બાઈડેન-પુતિન મુલાકાત અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. બાઈડેન અને પુતિન, મેક્રોન તરફથી પ્રસ્તાવિત શિખરવાર્તા માટે તૈયાર થઈ ગયા છે. મેક્રોને પોતાના પ્રસ્તાવમાં યુરોપમાં સુરક્ષા અને રણનીતિક સ્થિરતા પર ચર્ચા કરવાની વાત રજૂ કરી છે. કે આ પ્રસ્તાવ સાથે એ શરત પણ રજૂ કરાઈ છે કે આ મુલાકાત ત્યારે જ થશે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે મેક્રોને રવિવારે પુતિન સાથે બેવાર ફોન પર વાત કરી હતી, આ સાથે જ તેમણે બાઈડેનનો પણ યુક્રેનની સ્થિતિ અંગે સંપર્ક કર્યો હતો. આવા સમયે આ સહમતિની વાત સામે આવી છે. Elyseeતરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે ૨૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન અને રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ મળી રહ્યા છે ત્યારે આ સમિટ માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે. નોંધનીય છે કે આ અગાઉ એન્ટની બ્લિંકને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન યુદ્ધ ટાળવા માટે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે કોઈ પણ સ્થાને, સમયે અને કોઈ પણ સ્વરૂપે વાતચીત કરવા માટે તૈયાર છે. બ્લિંકને CNN ને કહ્યું હતું કે ‘અમે માનીએ છીએ કે રાષ્ટ્રપતિ પુતિને પોતાનો ર્નિણય લીધો છે જાે કે જ્યાં સુધી ટેન્ક વાસ્તવમાં આગળ ન વધે અને વિમાનો ઉડાણ ન ભરે ત્યાં સુધી અમે દરેક તકનો ઉપયોગ કરતા રહીશું.’રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ટાળવાની કોશિશોમાં લાગેલા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત માટે તૈયાર થઈ ગયા છે. અમેરિકા તરફથી કહેવાયું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સૈદ્ધાંતિક રીતે મુલાકાત કરવા માટે તૈયાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુદ્ધ ટાળવાના પ્રયાસો : યુદ્ધવિરામ અંગે પ્રમુખ મેક્રોન પુટિન વચ્ચે કરાર
Next articleગૃહમંત્રાલય એરઈન્ડિયાના નવા પ્રમુખ ઈલ્કર આયઝીનું બેકગ્રાઉન્ડ ચકાસશે