રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૧.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૦૦.૨૩ સામે ૫૭૮૪૫.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૪૬.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૧.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧૩.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૦૧૪.૧૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૨૫.૬૫ સામે ૧૭૩૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૭૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૩.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૨.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૬૭.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. ફંડો, મહારથીઓએ શેરોમાં આરંભિક શોર્ટ કવરિંગ સાથે મોટાપાયે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો નોંધાયો હતો. કોરોના મહામારીના કાળમાં વૈશ્વિક અર્થતંત્ર ફુગાવા – મોંઘવારીના વિષચક્રમાં ફસડાઈ પડયું હોવાના અને આર્થિક – ઔદ્યોગિક મંદી આગામી દિવસોમાં વકરવાના એંધાણ વચ્ચે આજે કોરોના – ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું હોવાના પોઝિટીવ પરિબળે આજે ફોરેન ફંડો તેમજ સ્થાનિક ફંડોની નવી લેવાલીએ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. જો કે ઘર આંગણે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે સરકાર દ્વારા કેપિટલ ગેઈન ટેક્ષની જોગવાઈ, વેલ્થ ટેક્ષ જેવી બજારના સેન્ટીમેન્ટને ડહોળી મૂકે એવી નેગેટીવ જોગવાઈ લાવશે એવી અટકળોએ પણ ફંડો સાવચેત બની ગયા હતા.
આજે રજુ થયેલા સર્વેક્ષણમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે દેશનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, કરની આકારની વધી રહી છે ત્યારે સરકાર પાસે એટલી જગ્યા છે કે આગામી વર્ષે ખર્ચ વધારી, વધારે મૂડીરોકાણ કરી અર્થતંત્રને ટેકો આપે. એનો મતલબ કે મંગળવારે રજુ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર પોતાનો ખર્ચ વધારી શકે છે. એવી ધારણા છે કે કેન્દ્ર સરકાર બજેટ ૨૦૨૨-૨૩માં કુલ ખર્ચ રૂ.૩૯ લાખ કરોડ રહે એવી શક્યતા છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૧ અને વધનારની સંખ્યા ૧૮૩૧ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, બજેટ ૨૦૨૨-૨૩ની આખરી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે રજૂ થયેલા ઇકોનોમિક સર્વે અનુસાર દેશનું અર્થતંત્ર કોરોનાની મહામારીની અસરોથી બહાર આવી ગયું છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે કે હવે મહામારીની અસરો પૂર્ણ થઇ અને ઉજ્જવળ ભવિષ્ય ભારતની રાહ જોઈ રહ્યું છે. જો ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ ૭૦-૭૫ ડોલર પ્રતિ બેરલ રહે (અત્યારે ભાવ ૮૮-૯૧ડોલર છે) તો વર્ષ ૨૦૨૨-૨૩માં દેશનો આર્થિક વિકાસ દર ૮ થી ૮.૫% રહેશે એવું સર્વે જણાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ ૯.૨% રહેવાની ધારણા છે એટલે કે આવતા વર્ષે જીડીપી ઘટશે. કેન્દ્ર સરકારની કર અને કર સિવાયની આવકમાં અત્યારે જંગી વૃદ્ધિ જોવા મળી રહી છે એટલે આવતા વર્ષે પણ સરકાર મૂડીરોકાણ ચાલુ રાખી શકે એમ છે એવું સર્વે જણાવે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના બજેટનું કુલ કદ રૂ.૩૯ લાખ કરોડ આસપાસ રહે અને બજેટની નાણા ખાધ ઉંચી રહે એવી શક્યતા છે. આ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પણ કેન્દ્ર સરકાર રૂ.૧૩ લાખ કરોડ જેટલું જંગી માર્કેટ બોરોઇંગ કરશે એવી શક્યતા નકારી શકાય નહી.
આ વાતનો સીધો અર્થ થયો કે બજેટ ૨૦૨૨-૨૩માં કોઈ સીધી રાહતની અપેક્ષા રાખવી નહી. સીધી રાહત એટલે કે એવી રાહત જેમાં કરમુક્તિ મળે, કરવેરાના દરમાં ધરખમ ઘટાડો થાય કે લોકોની આવક સીધી વધે એવા કોઈ પગલાં લેવાય. સર્વે જણાવે છે કે લોકોની માંગ વધી છે, કંપનીઓના નફા વધ્યા છે અને હવે ટ્રેડ, હોટેલ્સ, ટ્રાવેલ સિવાય કોઈ ક્ષેત્રમાં મહામારીની અસર જણાતી નથી. એટલે બજેટ ૨૦૨૨-૨૩માં જે કોઈ પગલાં લેવામાં આવશે તે પરોક્ષ હશે. એવા પગલાં કે જેનાથી સરકારની તિજોરી ઉપર કોઈ કરબોજ આવે નહી. સરકાર આગામી વર્ષે વધારે દેવું કરી પોતાની મૂડીરોકાણની પ્રક્રિયા ચાલુ રાખશે એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, શિક્ષણ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બજેટમાંથી વધારે રકમની ફાળવણી થશે એ સિવાય બજેટમાં કેટલીક જોગવાઈઓ આવશે જેનાથી સામાન્ય જનને રાહત મળી શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.