(જી.એન.એસ),તા.૨૩
મુંબઈ
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. કેટલાક લોકો ફિલ્મને સમર્થન આપતા તે ફિલ્મ જોવાની અપીલ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ ફિલ્મ જોનારાઓને ઘણા ફાયદા આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ અવાર નવાર કઈક ને કઈક સ્કીમો લોકો દ્વારા આપતા જોવા મળ્યા છે ફિલ્મ 11 માર્ચે 650 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મની લોકપ્રિયતાને જોતા હવે તેની સ્ક્રીન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરમાં થયેલા નરસંહાર અને કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, મૃણાલ કુલકર્ણી જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે દુનિયાભરમાં લગભગ 200 કરોડની કમાણી કરી લીધી છે. તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક ઓટો રિક્ષા ચાલક ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા જતી મહિલાઓ પાસેથી ભાડું લેવાનો ઇનકાર કરતો જોવા મળે છે. વીડિયોમાં ડ્રાઈવર કહે છે કે આ ફિલ્મ માટે આ તેની જાહેર સેવા છે. આ વીડિયોમાં ઓટો રિક્ષા ચાલક મહિલા પાસેથી પૈસા લેવાની ના પાડતો જોવા મળે છે.પરંતુ મહિલા કહે છે કે અમે તમને પૈસા આપીશું. જેના જવાબમાં ડ્રાઇવરે કહ્યું કે તમે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા આવ્યા છો, તેથી હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું ‘ભારત, માનવતા, સૌને સલામ, આભાર.’ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યુ, મારો દેશ બદલાઈ રહ્યો છે. જ્યારે બીજાએ લખ્યું, ભારતની ઓળખ માનવતા છે. આ સિવાય બીજા ઘણા લોકો આ ઓટો ડ્રાઈવરના વખાણ કરતા જોવા મળે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.