Home દેશ રો-મટિરિયલના ભાવ વધતા ટેક્સ્ટાઇલ મિલ-માલિકોએ પ્રોસેસિંગ ચાર્જ વધારવાનો નિર્ણય કરવો પડ્યો

રો-મટિરિયલના ભાવ વધતા ટેક્સ્ટાઇલ મિલ-માલિકોએ પ્રોસેસિંગ ચાર્જ વધારવાનો નિર્ણય કરવો પડ્યો

71
0

(જી.એન.એસ),તા.૨૩


નવીદિલ્હી


હાલમાં મોટાભાગના વેપારીઓ સાથે મિલ માલિકોનો સંઘર્ષ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે 1 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય પ્રોસેસિંગ યુનિટો નુકસાનીમાં કામ કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે મોટી નુકસાનીમાંથી બચવા માટે મિલો બંધ કરી શકાય નહીં કેમકે હજારો લેબરની રોજીરોટીનો સવાલ આવે તેમ છે. આવી સ્થિતિમાં લાંબો સમય યુનિટો ચલાવી શકાય તેમ નથી . આથી નાછૂટકે પ્રોસેસિંગ ઉદ્યોગને ટકાવી રાખવા માટે તમામ પ્રોસેસર્સની સંમતિથી પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે 1 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે . આ વધારો તા .1 લી એપ્રિલ 2022 થી અમલી બનશે અને મિલમાંથી ડિસ્પેચ થનારા માલના બિલમાં નવા રેટનો અમલ કરવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. કેટલાક ટેક્ષટાઇલ મિલ માલિકો દ્વારા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના સર્વાનુમત નિર્ણય પછી પણ ભાવ વધારાનો અમલ કરતા નથી અને ખાનગીમાં ઓછા દરેપ્રોસેસિંગ કામ કરી આપે છે એવી પણ ફરીયાદો એસોસીએશનની મિટીંગમાં થઇ હતી. મોટા ભાગના મિલ માલિકો ભાવ વધારાનો અમલ કરવા તૈયાર હોય છે. પરંતુ , કેટલાક મિલ માલિકો આ પરિસ્થિતિમાં વેપારીઓને આકર્ષવા માટે ભાવવધારો કર્યા વગર ઓછા ભાવે કામ મેળવી લેછે . આવા મિલ માલિકોને તેમની મિલ પર જઇને ભાવ વધારા અનુસાર જબિલિંગ કરવા માટે સમજાવવામાં આવશે એમએસોસીએશનના પ્રેસિડેન્ટ જણાવ્યું હતું. સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની મળેલી બેઠકમાં ટેક્ષટાઇલ મિલોમાં પ્રોસેસિંગ માટે આવતા ફેબ્રિકના પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટરે રૂ .1 નો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી એસોસીએશનના પ્રેસિડેન્ટ દ્વારા અપાઈ છે . ટેક્ષટાઇલ મિલો પ્રોસેસિંગ ચાર્જ પેટે પ્રતિ મીટર રૂ .10 થી લઇને રૂ .35 જેવી ક્વોલિટી તેવો ભાવ હાલ વસૂલ કરી રહી છે .પ્રોસેસિંગ ચાર્જમાં ટકાવારીમાં વધારો જોઇએ તો 5 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હોવાનું કહી શકાય. એક નિવેદનમાં સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ કહ્યુ હતું કે ટેક્ષટાઇલ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવાતા રો મટિરિયલ તેમજ કોલસાના ભાવોમાં છેલ્લા 2 વર્ષમાં 110 ટકાનો જંગી વધારો થયો છે. હજુ પણ ભાવો સતત વધી રહ્યા છે.

Previous articleભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી
Next articleઓટો ડ્રાઈવરે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોવા જઈ રહેલી મહિલાઓ પાસે ભાડુ ન લીધુ