Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૫/૦૨/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૫/૦૨/૨૦૨૬)
- પ્રધાનમંત્રીની મલેશિયા મુલાકાતના એજન્ડામાં વેપાર, સંરક્ષણ, દરિયાઈ સહયોગનો સમાવેશ
- ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આપી
- યુપી પોલીસ આઈજી કિરણ એસને વૈશ્વિક તપાસમાં યોગદાન બદલ ઇન્ટરપોલ મેડલ ઓફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યો
- પ્રધાનમંત્રી મોદી 7-8 ફેબ્રુઆરીએ મલેશિયાની મુલાકાત લેશે
- રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થયા બાદ યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- યુરોપ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને X પર પેરિસ દરોડા સાથે ટેકનોલોજીનો સામનો કરી રહ્યું છે??
- કાઠમંડુ-ઇસ્તાંબુલ ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં આગની ઘટના બાદ કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ભાવિ સૈન્ય નેતાઓને તૈયાર કરવા માટે SSB માર્ગદર્શન અને મેન્ટરશિપ વર્કશોપનું આયોજન
- દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ઈશાન કિશન અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરશે
- ઉત્તરાખંડ સરકાર મદરેસા બોર્ડને રદ કરીને રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરશે
Author: Gujarat Desk
ગુજરાત હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો: વયનિવૃત્તિ ૫૮ વર્ષ કરાઈ રાજ્યમાં હોમગાર્ડઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી હોમગાર્ડઝના જવાનો ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે (જી.એન.એસ),તા.૦૮ ગાંધીનગર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા…
10 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે (જી.એન.એસ),તા.૦૮ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી શકશે. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. લેટ ફી ત્રણ…
મજૂરીના ભાવવધારાની માગ સાથે કારખાનાઓમાં જઈને સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો (જી.એન.એસ),તા.૦૮ સુરત સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવવધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારીગરોએ પ્રતિ મીટરે 5થી 10 પૈસાનો વધારો કરવાની માગ સાથે 5થી 7 જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ વિરોધમાં લગભગ 50થી વધુ કારીગરો જોડાયા હતા. કાપડના ભાવવધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હવે CCTV ફૂટેજના…
અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યાની ફાળવણી, સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને લાભ મળશે ત્રણ વર્ષમાં કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણ કરી દેવાશે- રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર (જી.એન.એસ),તા.૦૮ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ આ કન્વેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેકન્ડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં…
સરખેજમાં સાથળમાં છરી મારતા ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં મોત (જી.એન.એસ),તા.૦૮ અમદાવાદ અમદાવાદના સરખેજમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે(7 ડિસેમ્બર) રાત્રે જાવેદ નામનો યુવક એક હોટલ પાસે બેઠો હતો ત્યારે સાજીદ નામના યુવકે તેની પાસે સિગારેટ માંગી હતી. સિગારેટ આપવાની ના પાડતા સાજીદે સાથળના ભાગે છરી મારી દેતા જાવેદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરખેજમાં રહેતો જાવેદ મહીડા નામનો 32 વર્ષીય યુવક રિક્ષા ચલાવે છે. જાવેદ ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો. જાવેદ પાસે સાજીદ નામનો શખસ આવ્યો…
અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ફ્લાઈટ ઉડાન નહિ ભરે (જી.એન.એસ),તા.૦૮ રાજકોટ પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઈટ રદ થવાની માહિતી મળી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે, મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યુ…
(જી.એન.એસ) તા. ૮ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુના પત્ની ડૉ. નવજોત કૌરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રી પદ માટે નવજોત કૌરના ₹500 કરોડના નિવેદનથી પાર્ટીમાં પહેલેથી જ ખળભળાટ મચી ગયો હતો. આ પછી, નવજોત કૌરે સોમવારે એક મીડિયા ચેનલ પર ફરી જણાવ્યું કે પંજાબ કોંગ્રેસ પ્રમુખ રાજા વારિંગે ₹5 કરોડમાં કાઉન્સિલરની ટિકિટ વેચી છે. અમરિંદર રાજા વારિંગ, ચરણજીત ચન્ની, સુખજિંદર રંધાવા અને પ્રતાપ સિંહ બાજવા પંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે અને કોંગ્રેસ પાર્ટીને નષ્ટ કરવાનું કામ કરી રહ્યા છે. મોડી સાંજે, કોંગ્રેસ અધ્યક્ષે નવજોત કૌરને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય…
(જી.એન.એસ) તા. ૮ નવી દિલ્હી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોમવારે જણાવ્યું હતું કે એરલાઇનના ક્રૂ રોસ્ટરિંગ અને આંતરિક આયોજનને કારણે ઇન્ડિગોમાં ફસાટ ઉભો થયો હતો, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) ધોરણના અમલીકરણમાં કોઈ સમસ્યા નથી. રાજ્યસભામાં આ મુદ્દા પર બોલતા, નાયડુએ કહ્યું કે કટોકટી વધતી જતી હતી ત્યારે સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે ઇન્ડિગોએ FDTL પર સ્પષ્ટતા માંગી ત્યારે તેમની સાથે બેઠક યોજાઈ હતી, અને ઉમેર્યું હતું કે આ મુદ્દો ત્યારે પાછો ખેંચાયો ન હતો. “ઈન્ડિગો કટોકટી તેના ક્રૂ રોસ્ટરિંગ અને આંતરિક આયોજન પ્રણાલીઓમાં સમસ્યાઓના કારણે ઊભી થઈ…
(જી.એન.એસ) તા. ૮ નવી દિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે લોકસભામાં ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ પર ખાસ ચર્ચાને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રગીત રાષ્ટ્રની નાડી અને વિશ્વભરમાં એક મંત્ર બની ગયું છે. લોકસભામાં સંસદના શિયાળુ સત્રમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, “1906 માં, ભારતનો પ્રથમ ધ્વજ ડિઝાઇન કરવામાં આવ્યો હતો, અને તે ધ્વજના કેન્દ્રમાં વંદે માતરમ લખવામાં આવ્યું હતું, જે પહેલી વાર બંગાળમાં ફરકાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ 1906 માં, જનજાગૃતિ લાવવા માટે વંદે માતરમ નામનું અખબાર પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ તે સમય હતો જ્યારે વંદે માતરમ માત્ર એક શબ્દ નહોતો, તે એક લાગણી,…
(જી.એન.એસ) તા. ૮ નવી દિલ્હી, કટોકટીગ્રસ્ત સ્થાનિક કેરિયર ઇન્ડિગોએ સોમવારે જણાવ્યું હતું કે કટોકટી વ્યવસ્થાપન જૂથ (CMG) ચાલુ વિક્ષેપો પર નજર રાખવા અને વર્તમાન પરિસ્થિતિને લગતી તમામ બાબતો પર નજીકથી નજર રાખવા માટે દરરોજ બેઠક કરી રહ્યું છે. એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે CMG ની મુખ્ય પ્રાથમિકતાઓમાં 100 ટકા ઓપરેશનલ અખંડિતતા પુનઃસ્થાપિત કરવી, માહિતીનો સમયસર પ્રવાહ સુનિશ્ચિત કરવો, રિફંડ ઝડપી બનાવવું અને ફ્લાઇટ્સનું ફરીથી સમયપત્રક બનાવવું અને મુસાફરોના સામાન પરત કરવાની સુવિધાનો સમાવેશ થાય છે. ઇન્ડિગોએ સંપૂર્ણ કામગીરી ક્યારે શરૂ કરશે તે અંગે શું કહ્યું “અમે નેટવર્કને સંપૂર્ણ ક્ષમતામાં પાછું લાવવા માટે ચોવીસ કલાક કામ કરવાનું ચાલુ રાખીએ છીએ,” ઇન્ડિગોના…
