Author: Gujarat Desk

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ…

Read More

સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન યોજાયો (જી.એન.એસ) તા. 18 અમદાવાદ, શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજેન્દ્ર ગ્રુપના ડાયરેક્ટર તેજેન્દ્ર સિંહ, ઇશા રિયલ એસ્ટેટ ડેવલોપર્સના એમડી મહેશ સિંહ કુશવાહ, પંજાબ નેશનલ બેંકના એજીએમ જગદીશચંદ્ર ગુપ્તા, ડીજીએમ શૈલેષ જોષી, પંકિત ઇંડસ્ટ્રીઝના એમડી ધીરેન સોમકુંવર, ઝેડ કેયર વેલનેસ કંપનીના ડાયરેક્ટર ડૉ. હર્ષ મૌર્ય સહિત વિવિધ મીડિયાના પત્રકારો તથા પીઆર કંપનીના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી. આ અંગે કાર્યક્રમના સંયોજક રાજકુમાર ભક્કડે જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત…

Read More

હવામાન વિભાગે કરી ગુજરાતમાં વરસાદની આગાહી; 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, ગુજરાતમાં આગામી છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 24 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 ઑગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે મંગળવારે (19 ઑગસ્ટ) અને 20 ઑગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગ…

Read More