Home અન્ય રાજ્ય ASW SWC (CSL) પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ ‘માલપે અને મુલ્કી’નું એક...

ASW SWC (CSL) પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ ‘માલપે અને મુલ્કી’નું એક સાથે લોન્ચિંગ

24
0

(જી.એન.એસ),તા.૧૦

નવીદિલ્હી,

ભારતીય નૌકાદળ માટે મેસર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલા આઠ એન્ટી સબમરીન વોરફેર શૅલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ માલપે અને મુલ્કીને 09 સપ્ટેમ્બર 24ના રોજ સીએસએલ, કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. દરિયાઈ પરંપરાઓને ધ્યાનમાં રાખીને, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વીએડીએમ વી શ્રીનિવાસની હાજરીમાં શ્રીમતી વિજયા શ્રીનિવાસ દ્વારા બંને જહાજોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

માહે શ્રેણીની ASW શૅલો વોટર ક્રાફ્ટ્સના નામ ભારતના દરિયાકાંઠે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા પોર્ટના નામ પર રાખવામાં આવ્યા છે જે તેમના નામ પર રાખવામાં આવેલા પૂર્વવર્તી માઇનસ્વીપર્સના ભવ્ય વારસાને આગળ ધપાવવાનો પ્રયત્ન કરશે.

સંરક્ષણ મંત્રાલય અને CSL વચ્ચે 30 એપ્રિલ 2019ના રોજ આઠ ASW SWC જહાજો બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

માહે શ્રેણીના જહાજો સ્વદેશી રીતે વિકસિત, અત્યાધુનિક અંડરવોટર સેન્સરથી સજ્જ હશે, અને દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી તેમજ ઓછી તીવ્રતાના મેરીટાઇમ ઓપરેશન્સ અને માઇન લેઇંગ ઓપરેશન્સ હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. ASW SWC જહાજો 1800 નોટિકલ માઈલ સુધીની સહનશક્તિ સાથે 25 નોટની મહત્તમ ઝડપ હાંસલ કરી શકે છે.

આ જહાજોનું એક સાથે લોન્ચિંગ સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની ‘આત્મનિર્ભર ભારત’ તરફની પ્રગતિને પ્રકાશિત કરે છે. ASW SWC જહાજોમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રી હશે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે મોટા પાયે સંરક્ષણ ઉત્પાદન ભારતીય ઉત્પાદન એકમો દ્વારા કરવામાં આવશે જેનાથી દેશમાં રોજગારી અને ક્ષમતામાં વૃદ્ધિ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરસાદ અને પૂર બાદ વડોદરામાં રોગચા વકર્યો
Next articleપાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના શિક્ષણ વિભાગે પોતાના રિપોર્ટમાં ચોંકાવનારો આંકડો જાહેર કર્યો