રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૬૪.૬૨ સામે ૫૯૦૩૯.૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૬૨૦.૯૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૭.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૦૩૭.૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૦૪.૧૦ સામે ૧૭૬૭૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૦૨.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૪૭.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. કોરોના – ઓમિક્રોનના સંક્રમણમાં દેશમાં મહાનગરો મુંબઈ, દિલ્હી સહિતમાં કેસોમાં ઝડપી ઘટાડા સામે પશ્ચિમ બંગાળ – કોલકતા, કેરળ, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ વણસી રહી હોઈ અને વૈશ્વિક મોરચે પણ અમેરિકામાં ફુગાવો – મોંઘવારીનો આંક કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોઈ આ જોખમી પરિબળ સાથે ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવને લઈ ભારતમાં આર્થિક મોરચે મોટા પડકારના એંધાણે ફંડો, મહારથીઓએ આજે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ સતત વેચવાલી કરી હતી.
અમેરિકી શેરબજારમાં આઈટી શેરોના એક્સચેન્જ નાસ્દાકમાં સતત રહેતાં આજે ભારતીય શેરબજારમાં પણ આઈટી – ટેક શેરોમાં સતત ઓફલોડિંગ થયું હતું. ભારતમાં આગામી કેન્દ્રિય બજેટમાં આઈટી – સોફટવેર સર્વિસિઝ ક્ષેત્ર પર વેરાનો નવો બોજ આવવાની ચર્ચા વચ્ચે મહારથીઓએ તેજીનો વેપાર સતત હળવો કરતાં રહી આજે ચોથા દિવસે વ્યાપક કડાકો બોલાવી દીધો હતો. આ સાથે ટેલિકોમ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૮૪૩.૬૯ પોઈન્ટથી વધુ તૂટી આવી અંતે ૪૨૭.૪૪ અને નિફટી ફ્યુચર ૧૫૬.૨૦ પોઈન્ટ તૂટીને બંધ રહ્યા હતા. ઉપરાંત છેલ્લા ચાર દિવસમાં બીએસઇ સેન્સેક્સમાં ૨૨૦૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં ૬૫૦ પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૬૬ અને વધનારની સંખ્યા ૯૨૬ રહી હતી, ૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના – ઓમિક્રોન સંક્રમણના આરંભિક દિવસોમાં હાહાકારથી ભયભીત થઈ ગયેલા વિશ્વમાં આ વેરિયન્ટ પ્રમાણમાં ઓછો ઘાતક હોવાના અને મૃત્યુ દરનું પ્રમાણ અત્યંત ઓછું હોવા બાબતે રાહતનો શ્વાસ લઈને વિશ્વ હવે કોરોના વાઈરસને એક પ્રકારના ફલુ હોવાને ધ્યાનમાં લઈ આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિઓમાં ફરી સક્રિય બનવા લાગ્યું છે. જે બદલાતા સમીકરણ સાથે વૈશ્વિક બજારોમાં આર્થિક વિકાસ ફરી ઝડપી બનવાની શકયતા ઊભી થઈ છે. અલબત વિશ્વ પર અત્યારે મોંઘવારી – ફુગાવાનો દાનવ ભરડો લઈ રહ્યો છે, ત્યારે આ મામલે પરિસ્થિતિ હજુ ચિંતાજનક બની રહી છે, પરંતુ ફુગાવાને હાલ તુરત નજર અંદાજ કરીને વિશ્વની સેન્ટ્રલ બેંકો સિસ્ટમમાં નાણા પ્રવાહિતા પર્યાપ્ત જળવાઈ રહે એના પર ફોકસ કરી રહી હોઈ હાલ તુરત વ્યાજ દરમાં વધારાનું જોખમ ઓછું છે.
આ સાથે કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકની સીઝનની શરૂઆત પણ સારા પરિણામે થઈ છે. કોર્પોરેટ પરિણામોના આ પોઝિટીવ પરિબળ સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારી અને સરકાર દ્વારા એલઆઈસીના મેગા આઈપીઓને માર્ચ સુધીમાં લાવવાની મહત્વાકાંક્ષાને જોતાં સરકાર પણ ઈચ્છશે નહીં કે બજારનું સેન્ટીમેન્ટ ડહોળાય. જેથી બજેટમાં આ વખતે ખાસ કોઈ નેગેટીવ જોગવાઈ સરકાર નહીં લાવે એવી શકયતાએ તેજીનો અન્ડરટોન જળવાઈ રહશે. આગામી સપ્તાહમાં પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોનો દોર જળવાઈ રહેવાની શકયતા વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.