Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં નકલી દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનો ગુનો

ગાંધીનગરમાં નકલી દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનો ગુનો

10
0

(જી.એન.એસ)તા.12

ગાંધીનગર,

રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું ગાંધીનગર તાલુકાના રાયપુર ગામના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખત ઊભો કરવામાં આવ્યો હતો. આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાયપુર ગામે રહેતા કાંતિજી શંકાજી સોલંકીની વડીલોપાર્જિત 25 વીઘા જમીન આવેલી છે. વર્ષ 2015માં તેમના પિતા શંકાજી સોલંકીને પેરાલીસીસ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, ત્યારથી તેઓ પથારીવશ હતા. તેમની હયાતીમાં જુલાઈના વર્ષ 2020માં કાંતિજીએ પોતાના નામે વારસાઈ દાખલ કરાવી હતી. બાદમાં 80 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું.  ત્યારે દોઢેક વર્ષ અગાઉ જુન 2023માં કાંતિજીનાં બનેવીએ જમીનના પાવર ઓફ એટર્ની કરાર, બાનાખત થયેલા હોવાના કાગળો વોટ્સઅપથી મોકલી આપ્યા હતા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગરના વેપારી સાથે ટ્રેડિંગના નામે 18 લાખની થઈ ઠગાઇ
Next articleવીર દાસ એમી એવોર્ડ હોસ્ટ કરનાર પ્રથમ ભારતીય