Home ગુજરાત કોરોના સામે લડતા-લડતા ક્યાંક મીડિયાનો દમ ન નીકળી જાય..!?

કોરોના સામે લડતા-લડતા ક્યાંક મીડિયાનો દમ ન નીકળી જાય..!?

396
0

– કોરોના સામેની લડાઇમાં અખબારો પણ સરકારની સાથે….
– હજારો અખબારોને વિજ્ઞાપનમાં પડી રહેલી મુશ્કેલીઓ નિવારવા પ્રેસ કાઉન્સિલ આગળ આવે….
– અખબારોને બચાવવા સરકાર સમક્ષ કોઇ આર્થિક બૂસ્ટર ડોઝની જેમ રાહત પ્રસ્તાવ રજૂ થાય..
– પ્રેસ કાઉન્સિલ પ્રેસ અર્થાત અખબારોના હિત માટે છે. તેનું અસ્તિત્વ અખબારો પર જ નિર્ભર છે..
– તમામ મિડિયાકર્મીઓને પણ સરકારે ૫૦ લાખના વિમા સુરક્ષાથી આવરી લેવાની માંગણી યોગ્ય…
– ક્યાંક એવુ ના થાય કે કોરોના સામેની લડાઇ એકલા લડતા લડતાં અખબારોનો દમ ન નિકળી જાય…
– આપત્તિની આ વેળાએ તમામ અખબારો સરકારની પડખે છે ત્યારે સરકાર પણ એ અખબારી યોધ્ધાની પડખે ઉભી રહે તો કેવું….!
– નાના અખબારો કદમાં નાના હશે પણ તેમના સમાચારોની અસર રાઇના દાણાની જેમ તમતમતી હોય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે….
(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે)
સમગ્ર ભારત આજે ભયાનક જીવલેણ રોગચાળો કોરોના મહામારી સામે ઝઝમી રહ્યું છે. અમેરિકા જેવા જેવા દેશને હંફાવનાર આ મહામારીમાંથી ભારતને બચાવવા કેન્દ્ર સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે. લોકો પોતાના ઘરોમાં બેસીને ટીવીની સામે અને નેટ દ્વારા વેબ પર તાજા સમાચારો મેળવી રહ્યાં છે. છતાં સવારે અખબારો માટે લાખો-કરોડો લોકો રાહ જોતા હોય છે સતત ટીવીમાં જોયા પછી પણ. કેમ કે આજે ભલે નેટયુગ છે. પરંતુ મુદ્રિત માધ્યમ એટલે કે પ્રિન્ટ મિડિયાને હજુ લોકો ગળે લગાડે છે. પ્રિન્ટ મિડિયા અને ટીવી મિડિયાના કર્મીઓ ટલે કે પત્રકારો કોરોનાના કેર વચ્ચે પોતાના જાનનું જોખમ લઇને બહાર નિકળી રહ્યાં છે. પળે પળના સમાચારો મેળવીને જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડીને કોરોના સામેની લડાઇમાં ફ્રન્ટ પર લડનારા એટલે કે યુધ્ધના મોરચે લડનારા યોધ્ધાની જેમ ઝઝુમી રહ્યાં છે. કેમ કે લોકશાહીમાં ચોથી જાગીર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. મોટા અખબારોથી લઇને જિલ્લામાંથી કે કોઇ નાના પ્રાંતમાંથી પ્રસિધ્ધ થતાં અખબારો વર્તમાન પરિસ્થિતિમાં સરકારની પડખે રહીને સરકારને સાથ આપી રહ્યાં છે કોરોનાને હરાવવા માટે.
કેન્દ્ર સરકારે કોરોના સામે લડી રહેલા ડોક્ટરો-નર્સો અને અન્ય કર્મીઓની સુરક્ષા માટે તેમને ૫૦ લાખના વિમાથી આવરી લીધા છે. તે એક સારી બાબત છે. આવા સુરક્ષા કવચથી તેઓ માનસિક તનાવથી દૂર રહીને કોરોના સામેની જંગમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે. મિડિયાકર્મીઓ પણ કોરોના સામેની લડાઇ સરકારની સાથે ખભે ખભા મિલાવીને લડી રહ્યાં હોય અને તેમને પણ કોરોનાનો ચેપ લાગવાનો ભય હોય ત્યારે તમામ મિડિયાકર્મીઓને પણ સરકારે ૫૦ લાખના વિમા સુરક્ષાથી આવરી લેવાની માંગણી યોગ્ય છે. સરકારે આ અંગે વિચારણા કરવી ઘટે.
કોરોના સામેની આ લડાઇમાં મિડિયાકર્મીઓની જેમ નાના અને મધ્યમ કક્ષાના અખબારો સહિત સૌ કોઇ સરકારની અપીલ, સરકારની માહિતી, સરકારના નિર્ણયો અને કોરોના સામે લડવા લોકોએ શું કરવુ જોઇએ તેની તમામ માહિતી લોકોને આપી રહ્યાં છે. જો કે કેન્દ્ર સરકારની વર્તમાન વિજ્ઞાપન નીતિને કારણે હજારો નાના મોટા અખબારોને જાહેરખબરો મેળવવામાં મુશ્કેલી પડી છે. ઘણા વિજ્ઞાપન યાદીમાંથી બાકાત થઇ ગયા છતાં એ તમામ અખબારો લોકશાહીમાં પોતાની નૈતિક ફરજ નિભાવીને સરકાર પ્રત્યે કોઇ નારાજગી રાખ્યા વગર સરકારનું કામ કરી રહ્યાં છે અને સરકારની માહિતી જન જન અને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યાં છે.
સરકાર જાહેર એકમો-કોર્પોરેટ અને બેંકીંગ સેક્ટર સહિત અખબારોને છોડીને અન્ય તમામને મંદી કે આર્થિક સુસ્તીમાંથી બચાવવા અને તેમને ટકાવી રાખવા આર્થિક રાહત પેકેજ આપે છે. આપવુ પણ જોઇએ. કેમ કે દેશના આર્થિક વિકાસમાં એટલે કે જીડીપીમાં તેમનો ફાળો રહેલો છે. તેમને સરકાર આર્થિક રાહતોનું બૂસ્ટર ડોઝ આપે છે જેથી તેઓ તેમની ઉત્પાદકિય પ્રવૃતિઓ ચાલા રાખી શકે.
અખબારોને હજી સુધી ઉદ્યોગનો દરજ્જો અપાયો નથી. અખબાર સંગઠનોની આ માંગ વર્ષોથી છે કે તેમને ઉદ્યોગનો દર્જ્જો અપાય તો અન્ય ઉદ્યોગોની જેમ લોન વગેરે. મળી શકે. ઉદ્યોગનો દરજ્જો જ્યારે મળે ત્યારે પણ આજે જ્યારે કોરોનાને કારણે દેશના તમામ સેક્ટરોને અસર થઇ રહી છે ત્યારે અખબારો અને મિડિયા પણ તેમાંથી બાકાત નથી. મોટા ભાગના નાના અને મધ્યમ કક્ષાના અખબારોને ડીએવીપીની વર્તમાન પોલીસીને કારણે વિજ્ઞાપન વગેરે.ના લાભોમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે કે રહી ગયા છે. સરકારની પોલીસીમાં ફેરફાર ન થાય એવું માની લેવાની પણ જરૂર નથી.. સરકારે જાહેર હિતમાં પોતાની ઘણી પોલીસીઓમાં ફેરફારો કરેલા જ છે. એકને કારણે બધાને દંડવાની નિતિ એ નિતિ નથી. આવા હજારો અખબારોનની વિજ્ઞાપન સહિતની અન્ય સમસ્યાઓ મમાટે અખબારોના સંગઠન જેમ કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એડિટર્સ ગીલ્ડ, આઇએનએસ વગેરે.એ અખબારોના હિતમાં જ નહીં પરંતુ જાહેર હિતમાં અને ચોથી જાગીરનું યોગદાન અન્ય સેક્ટરોની જેમ દેશને મળતું રહે તે માટે આ અખબારોને બચાવવા સરકાર સમક્ષ કોઇ આર્થિક બૂસ્ટર ડોઝની જેમ રાહત પ્રસ્તાવ રજૂ કરે.
પ્રેસ કાઉન્સિલ પ્રેસ એટલે કે અખબારોના હિત માટે છે. તેનું અસ્તિત્વ અખબારો પર જ નિર્ભર છે અને અખબાર કહીએ ત્યારે મોટા ગજાના મિડિયા હાઉસની સાથે કોઇ તાલુકા કે કોઇ નાના કસ્બા શહેરો ટાઉનમાંથી નિકળતા નાના અને મધ્યમ અખબારોનો પણ સમાવેશ થાય છે. આખા ભારતના અખબારો માટે પ્રેસ કાઉન્સિલ છે, નહીં કે કોઇ મોટા મિડિયા હાઉસ માટે.
જેમ ભાજપ કે રાજકિય પક્ષો એક એક કાર્યકરના સંગાથથી મજબૂત અને સંગઠિત બને છે, તેમ એક એક નાના અખબારો ટાપા સમાન હોય પણ ભૂલવુ ન જોઇએ કે ટીપે ટીપે સરોવર ભરાય. એક એક અખબાર એકબીજાની સાથે મળે ત્યારે તે મોતીની માળા સમાન બને. તેમને એક માળામાં રાખવાનું કામ લોકશાહીમાં સરકાર અને જે તે સત્તાપક્ષના હાથમાં છે. વર્તમાન ડીએવીપીની વિજ્ઞાપન પોલીસીમાં બદલાવ કરીને જેઓ પોલીસીની બહાર થઇ ગયા કે બહાર રાખવામાં આવ્યાં એવા તમામ અખબારો કોરોના સામેની લડાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક અવાજે તેમની સાથે છે. કેમ કે આ દેશ પર આવેલ સંક્ટની ઘડી છે. આ સરકારે મારી સાથે અન્યાય કર્યો એવી કોઇ નારાજગી રાખ્યા વગર તમામ અખબારો ગામે ગામ કોરોના સામે જંગમાં ઉભા છે અને ભલે ઓછુ સર્ક્યુલેશન પણ પેલી કહેવત છે ને કે નાનો પણ રાઇનો દાણો…એમ નાના અખબારો કદમાં નાના હશે પણ તેમના સમાચારોની અસર રાઇના દાણાની જેમ તમતમતી હોય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
પ્રેસ કાઉન્સિલ સંસ્થાએ દેશનના આવા અખબારોને પડેલી કે પડતી મુશ્કેલીઓ સાંભળીને તેમને પણ આર્થિક પેકેજનો લાભ મળે તેવી કામગીરી હાથ ધરવી જોઇએ. કાઉન્સિલ કહેશે તો અખબારો તેમના દફતરે આવશે તેમની સમસ્યાને લઇને. આજે નેટયુગમાં ભલે સમાચારો ઝડપથી મળતા હોય તેમ છતાં આખો દિવસ ટીવીમાં સમાચારો જોયા પછી પણ બીજા દિવસે સવારે અખબારની રાહ જોનારાઓની સંખ્યા લાખોમાં નહીં પણ કરોડોમાં છે….!! જે એ પૂરવાર કરે છે કે આજે પણ પ્રિન્ટ મિડિયાની સામાન્યમાં સામાન્ય વાચકને જરૂર છે. એ સામાન્ય વાચક સુધી સરકારનો અવાજ પહોંચાડવા ખબારને ટકાવવા તેને તેના સર્ક્યુલેશન પ્રમાણે વિજ્ઞાપન મળે, નિયમિત મળે એવી કોઇ ઠોસ રજૂઆત પ્રેસ કાઉન્સિલ અને અન્ય અખબારી સંગઠનોએ કરવી જ પડશે. આપત્તિની આ વેળાએ તમામ અખબારો સરકારની પડખે છે ત્યારે સરકાર પણ એ અખબારી યોધ્ધાની પડખે ઉભી રહે તો કેવું….! ક્યાંક એવુ ના થાય કે કોરોના સામેની લડાઇ એકલા લડતા લડતાં અખબારોનો દમ ન નિકળી જાય…કેમ કે જો પ્રિન્ટ મિડિયા જ નહીં બચે તો ક્યુ મિડિયા બચશે….તે પણ એક સવાલ થાય તે સ્વાભાવિક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં 50 હજારથી વધુની ભીડે લોકડાઉનની ધજ્જીયા ઉડાવી દીધી…!
Next articleવિશેષ અહેવાલ: લાખો “મા કાર્ડ”ધારકોના હિતમાં રૂપાણી સરકાર મુદતમાં વધારો કરે…