Home ગુજરાત વિશેષ અહેવાલ: લાખો “મા કાર્ડ”ધારકોના હિતમાં રૂપાણી સરકાર મુદતમાં વધારો કરે…

વિશેષ અહેવાલ: લાખો “મા કાર્ડ”ધારકોના હિતમાં રૂપાણી સરકાર મુદતમાં વધારો કરે…

448
0

મોદી સરકારે અન્ય સરકારી યોજનાઓની મુદત લંબાવાઇ છે ત્યારે રૂપાણી સરકારે પણ મા કાર્ડધારકો માટે લે નિર્ણય..
સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર પાસેથી લાખો મા કાર્ડ યોજનાના લાભાર્થીઓની છે આશ….
કોઇપણ કાર્ડધારક સારવારથી વંચિત ના રહે તેની પણ લેવાવી જોઇએ કાળજી….

(જીએનએસ. વિશેષ અહેવાલ)
ગુજરાત સહિત સમગ્ર દેશ સરકારની સાથે ખભે ખભા મિલાવીને કોરોના વાઇરસની સામે યોધ્ધાની જેમ લડી રહ્યાં છે. મોદી સરકારે કોરોના સામેની લડાઇમાં કોરોનાના હરાવવા 21 દિવસનો જે લોકડાઉન જાહેર કર્યું છે તેમાં પણ લોકો સાથ સહકાર આપી રહ્યાં છે. લોકડાઉનને કારણે લોકોને પડતી કે પડનારી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે 3 મહિના સુધી રાશન આપવાનું જાહેર કર્યું છે.માર્ચ મહિનો નાણાંકિય વર્ષનો છેલ્લે મહિનો હોય છે અને તે પૂરો થાય તે પહેલા આઇટી રિટર્ન સહિત જે સરકારી કામ નિપટાવવુ જોઇએ તેની મુદતમાં પણ સરકારે વધારો કરી આપ્યો છે.
રૂપાણી સરકારે જેલમાંથી કેટલાક કેદીઓને પણ કોરોનાથી બચાવવા પેરોલ પર છોડ્યા છે. તેની સાથે સાથે 31 માર્ચના રોજ જે સરકારી સુવિધાઓની મુદત પૂરી થતી હોય તેમાં રાહતો આપી છે ત્યારે ગુજરાત સરકારે પણ ગરીબો અને જરૂરીયાતમંદ લોકો માટે આશિર્વાદ સમાન મા કાર્ડ કે મા અમૃતમ વાતસલ્ય આરોગ્ય કાર્ડની મુદતમાં વધારો કરી આપવાની લાગણી અને માંગણી જોવા મળી રહી છે.
ખાસ કરીને જેની કાર્ડની મુદત 3 વર્ષની છે અને 2017માં લાભાર્થીઓને આપવામાં આવ્યાં છે અને 31 માર્ચ 2020ના રોજ પૂરી થઇ ગઇ છે એવા 3 વર્ષની મુદત વાળા કાર્ડધારકો કોઇ કારણોસર લોકડાઉનમાં કાર્ડ રિન્યૂ કરાવી સક્યા નથી તેમની કાર્ડમાં 3 મહિનાનો વધારો કરવાની જાહેરાત થવી જોઇએ. રિન્યૂ માટે જરૂરી આવકનું પ્રમાણપત્ર કે જેની મુદત પણ 3 વર્ષની માન્ય ગણાય છે તે આવકનું પ્રમાણપત્ર હાલમાં મેળવવુ શક્ય નથી ત્યારે જે આવક પ્રમાણપત્ર અગાઉ એટલે કે ધારો કે 2017માં જમા કરાવ્યું હોય તેની મુદત પણ વધારવી જોઇ. અને નવુ પ્રમાણપત્ર રજૂ કરે ત્યાંસુધી જુનુ ટલે કે 2017નું આવકપત્ર વધુ સમય સુધી માન્ય ગણાશે એવી પણ જાહેરાત થાય તો વર્તમાન સ્થિતિમાં નવુ પ્રમાણપત્ર મેળવવાની મુશ્કેલીમાં કાર્ડધારકોને રાહત મળી શકે.
મા કાર્ડ હજારો અને લાખો ગરીબો સહિત અન્યોને માટે પણ સંકટ સમયની સાંકળ સમાન છે. સરકારની સફળ યોજનાઓ પૈકીની એક યોજના મા કાર્ડ યોજના છે જેના આધારે કાર્ડધારકને સીવીલ કે ખાનગી હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લાખો કાર્ડધારકો માટે હિતકારી એવા મા કાર્ડ યોજનાની મુદત 31 માર્ચના રોજ પૂરી થઇ ગઇ છે અને સમગ્ર વહીવટી તંત્ર કોરોનાને કારણે લોકડાઉનમાં બંધ છે ત્યારે કાર્ડ ધારકો તેને રિન્યૂ કરાવી શકે તેમ નથી. કેમ કે સરકારે લોકડાઉનમાં લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ અને તાકીદ કરી છે.
રાજ્ય સરકારે લાખો મા કાર્ડ યોજનાના એ લાભાર્થીઓ કે જેમને 2017માં કાર્ડ અપાયા છે તેમના હિતમાં તાત્કાલિક નિર્ણય કરીને તેની મુદતમાં વધારો કરવાની જાહેરાત કરવી જોઇએ. જેથી મુદત વીતી ગઇ છે એમ કહીને કોઇ દવાખાનામાં કે કે કોઇ હોસ્પિટલમાં મા કાર્ડ યોજનાના લાભાર્થીઓને સારવારથી વંચિત રહેવુ ના પડે. આરબીઆઇ બેંકોને લોનધારકોને 3 મહિનાના હપ્તામાં રાહત આપવાનું કહેતી હોય તો રાજ્ય સરકારે પણ કમ સે કમ 3 મહિના સુધી અથવા સમગ્ર પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી તેની મુદત વધારાની જાહેરાત સત્વરે કરીને મા કાર્ડ યોજનાના લાભાર્થીઓના આશિર્વાદ મેળવવા જોઇએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોના સામે લડતા-લડતા ક્યાંક મીડિયાનો દમ ન નીકળી જાય..!?
Next articleરેશનિંગ દુકાનદારોએ કોરોના ફેલાવવાનો પ્રયાસ તો કર્યો નથી ને…?