બોલો, સંકટની ઘડીમાં સરકારી કામગીરીનો વડાપ્રધાનના ભાઇ દ્વારા જ અવરોધ….!!
સરકારે કહ્યું કે દરેક રેશનીંગ દુકાને સરકારી માણસની હાજરીમાં પુરવઠો અપાશે,મોદીએ કહ્યું-ના..નહીં…ક્યારેય નહીં….!
રેશનીંગની દુકાનેથી ગરીબોને મફતમાં અપાનાર પુરવઠાની કામગીરી માટે સરકારે એક એક પ્રતિનિધિ મૂક્યો, પરંતુ મોદીએ ના પાડી….
(જીએનએસ.) ગાંધીનગર, તા28
કોરોનાની મહામારાથી લોકોને બચાવવા આખા દેશમમાં લોકડાઉનની ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે. લોકોને સતત 21 દિવસ ઘરમાં જ રહેવા જણાવાયું છે તય્રે ગરીબો અને અન્ય લોકોને 3 મહિના સુધી વિના મૂલ્યે એનાજનો જથ્થો આપવાનું સરકારે જાહેર કરીને રેશનીંગની દુકાનદારોને આ પુરવઢો સરકારી ગોડાઉનમાંથી એકત્ર કરીને રેશનકાર્ડધારકોને સરકારીના એક પ્રતિનિધિની હાજરીમાં વિતરણ કરવાના આદેશનો કોઇ અન્ય નહીં પરંતુ લોકોને બચાવવા મથી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ વિરોધ કર્યો છે….!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને ગુજરાત રાજ્ય ફેરપાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિયેએશનના પ્રમુખ છે. તેમણે એક ગુજરાતી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં એવો આરોપ સરકાર સામે મૂક્યો કે સરકારે રેશનીંગની દુકાને સરકારના માણસની હાજરીમાં વિતરણ કરવા કહ્યું છે પરંત સરકારી માણસો યોગ્ય હોતા નથી, સરકારી માણસો ચોર હોય છે અને ભૂતકાળમાં ભૂકંપ અને અન્ય પૂરની સિથિતિ વખતે સરકારી ગોડાઉનમાંથી રાહત સામગ્રી ચોરાઇ ગયાના અહેવાલો જે તે વખતે પ્રસિધ્ધ થયા હતા.
પ્રહલાદ મોદી વડાપ્રધાનના ભાઇ છે. અને તેમના નામનો ઉપયોગ કરીને તાજેતરમાં જ જયપુર-અજમેર નેશનલ હાઇવે પર તેમને એસ્કોર્ટ નહીં મળતાં તેમણે હોબાળો મચાવ્યો હતો અને રોડ પર ધરણા પર બેસસી ગયા હતા,., રેશનીંગ દુકાનદારોના કમિશનમાં વધારો કરવા ગાંધીનગર ખાતે તેમણે રેલી વગેરે. પણ યોજી હતી. કોરોનાના કેર વચ્ચે બધુ જ બંધ છે. વિમાન-ટ્રેન-બસો બધુ જ બંધ છે. લોકો પોતાના ઘરોમાં પોતાનો જીવ બચાવવા બેઠા છે ત્યારે સરકારે અંદાજે 80 કરોડ લોકોને 3 મહિના સુધી અંગૂઠો(બોયોમેટ્રીક) માર્યા વગર મફત ઘંઉ-ચોખા-દાળ વગેરે. સરકારી કર્મચારીની હાજરીમાં આપવા એટલા માટે કહ્યું છે કે તેમાં કોઇ ગરબડ ના થાય અને ખરેખર જરૂરીયાતવાળા ગરીબો સુધી અનાજનો પુરવઠો પહોંચે.
વડાપ્રધાનના ભાઇનો રૂઆબ બતાવીને પ્રહલાદ મોદીએ એવી શેખી મારી છે કે અમારી દુકાને સરકારી માણસ ન જોઇએ. તેઓ સારા હોતા નથી. શું સરકારને અમારા ઉપર વિશ્વાસ નથી…,એવો સવાલ તેમમએ કર્યો છે. સરકાર લોકોના કલ્યાણ માટે છે. હાલની પરિસ્થિતિમાં લોકો કઇ રીતે રહી રહ્યાં છે એ સરકાર જાણે જ છે તેથી તેમની વ્હારે સરકાર આવી છે અને લોકોને અનાજ આપવા માંગે છે ત્યારે વડાપ્રધાનના ભાઇના પેટમાં શેની ચૂંક આવે છે…?
રેશનીંગ દુકાનેથી અંગૂઠો માર્યા વગર પુરવઠો આપવોનો હોય તો દેખીતી રીતે જ રેશનકાર્ડધારકોને જ અનાજનો જથ્થો મળવો જોઇએ. તેની નિગરાની માટે ગુજરાત સરકારે જો રેશનીંગની દુકાને પોતાનો એક માણસ ઉભો રાખે તો તેમાં દુકાનદારોને કોઇ વાંધો હોવો ના જોઇએ, સિવાય કે કોઇને કંઇક ખોટુ જ કરવાનું હોય તો….!
વડાપ્રધાનના ભાઇનો રૂઆબ છાંટીને સરકારી તંત્રને વખોડનાર પ્રહલાદ મોદી કોને બચાવવા માંગે છે…? શું તેઓ ખોટુ કરનારાઓનો પક્ષ લઇ રહ્યાં છે કે શું….? જો રેશનીંગની દુકાનદારોને કંઇક ખોટુ ના કરવું હોય, કાર્ડધારકને જ સરકારી અનાજદનો જથ્થો મફતમાં આપવાનો હોય તો તેમને વાંધો હોવો ના જોઇએ, સીધી વાત છે. પણ સરકારી માણસ ના જોઇએ…સરકારી માણસો સારા હોતા નથી, સરકારી ગોડાઉનમાંથી ભૂતકાળમાં રાહત સામગ્રી ચોરાઇ ગઇ હતી…એમ કહીને પ્રહલાદ મોદી સરકારી તંત્રને ભાંડી રહ્યાં છે. જો રેશનીંગના દુકાનદારો પ્રમાણિક હોય, કાંઇ જ ખોટુ કરતા ના હોય કે sક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કરતા ના હોય તો તેમની દુકાને સરકારી માણસનો વિરોધ શું કામ કરવો જોઇએ….?
લાગણી એવી છે કે ખરેખર તો દુકાનદારોએ તેનું સ્વાગત કરવુ જોઇએ અને એમ કહેવું જોઇએ કે ભલે સરકારી માણસને તેમની દુકાને ઉભા રાખે, તેમને કોઇ વાંધો નથી કેમ કે તેમને કોઇ ખોટુ કરવુ નથી. પરંતુ એવુ હકારાત્મક વલણ સરકાર પ્રત્યે દર્શાવવાને બદલે સરકારી માણસે વિશે એલફેલ નિવેદન આપવા અને વડાપ્રધાનની આબરૂ પર છાંટા ઉડે તેવું કામ કરનાર પ્રહલાદ મોદી દ્વારા રેશનીંગ દુકાને કામગીરી પર દેખરેખ રાખનાર સરકારી માણસનો વિરોધ એ તર્કને માનવા પ્રોત્સાહિત કરે છે કે દાલ મેં કુછ કાલા નહીં હૈ….યહાં તો પૂરી દાલ હી કાલી લગ રહી હૈ….!!
સંક્ટની આ ઘડીમાં વડાપ્રધાનના ભાઇએ વડાપ્રધાનની અને ગુજરાત સરકારની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ અને પોતે દુકાને ઉભા રહીને અનાજ વગેરે.નો પુરવઠો લોકને મળે તેમા સહયોગ આપવાન બદલે રેશનીંગની દુકાને સરકારી માણસ ના જોઇએ એમ કહીને જેઓ ન સમજતા હોય તેમને પણ સમજમાં આવે કે તેઓ શા માટે વિરોધ કરી રહ્યાં છે…..!!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.