Home ગુજરાત કોરોના ઇફેક્ટ: સમગ્ર વિશ્વના દેશોની નજર ભારત પરજ શા કારણે……?

કોરોના ઇફેક્ટ: સમગ્ર વિશ્વના દેશોની નજર ભારત પરજ શા કારણે……?

518
0

(જીએનએસ: હર્ષદ કામદાર)
વિશ્વના દેશોની નજર ભારત પર મંડરાયેલી છે તેમાં સૌથી વિશેષ શિયાળ જેવા લુચ્ચા ચીનની છે. ચીને ભારતને વણમાગી સલાહ આપી કે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીમાં તેના માટે પેરવી કરે પણ હવે ભારતના વડાપ્રધાન તેની વાતમાં આવે તેવા નથી. તેઓ ચીનની શિયાળ ચાલને સમજે છે. સાર્કથી લઈને જી 20 સુધીના દેશોની બેઠક મોદીજીના કહેવાથી થઈ રહી છે અને ભારત વિશ્વ લીડર (ગુરુ)ના રૂપમાં ઊભરી રહ્યું છે… જેને ચીન પણ સારી રીતે સમજી ચૂક્યું છે. અને ચીન તેની ખંધી ચાલ ચાલવા ગયું પણ ભૂલ કરી ગયું…..! ભારત એકવાર ફસાયું હતું પરંતુ હવે તેની ચાલમાં ફસાઈ જાય તેમ નથી. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટલી, જર્મની કોરોના વાયરસને નાથવામાં અસફળ થઇ રહ્યા છે….! ત્યારે ભારત તેનાથી વધુ સારી રીતે કામગીરી કરી રહ્યું છે. ચીન વિશ્વના વિકસિત દેશોની કોરોના નાથવાની નિષ્ફળતાને ધ્યાને લઇને ભારતને ઇન્ટરનેશનલ કોમ્યુનિટીમાં જઈને ચીન પરની શંકાને દૂર કરવા કહે છે…. પરંતુ આ તો મોદીજી છે. ચીન શંકાના ઘેરામાં છે અને રહેશે તેમાં મીનમેખ નથી…. કારણ ચીનેજ વિશ્વના દેશોને કોરોના વાયરસના લાવામા ધકેલી દીધો છે…..! વિશ્વ જમાદાર કહેવાતા અમેરિકામાં 1 લાખથી પણ વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે… તો છેલ્લા 24 કલાકમાં મૃતાક 345 થયો છે. એટલે કે અમેરિકા હવે એપી સેન્ટર બનવા તરફ જઇ રહ્યું છે.વિશ્વમા 5 લાખથી વધુ કોરોના કેસ નોધાયા છે જ્યારે મૃતાક 23 હજારને પાર કરી ગયો છે. ભારતમાં જે પ્રકારે લોકડાઉન જાહેર કરવા સાથે જે પગલાં ભરવામાં આવ્યા છે તેના કારણે 834 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે મૃતાક 20 રહ્યો છે. જ્યારે ચીનના વુહાનમા કોરોના વાયરસ ફરી વળ્યો ત્યારે ભારત ટ્રમ્પના સ્વાગતમાં ઓતપ્રોત હતું. તો માસ્કની મોટા પ્રમાણમાં નિકાસ થઇ રહી હતી. અને માર્ચમાં નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશમાં વસતીના પ્રમાણમાં જરૂરી ટેસ્ટ કીટનો અભાવ છે જે એક હકીકત છે…. છતાં મોદીજીએ જે પ્રકારે સમગ્ર ભારતને લોકડાઉન કરીને કોરોના વાયરસને કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છે તેના કારણે વિશ્વના દેશોની નજર ભારત ઉપર મંડરાયેલી છે….!
દેશમાં કપરો સમય છે. આર્થિક સ્થિતિ ભયંકર છે, વિશ્વ ભરના દખશોની (ચીન સિવાય) પણ આર્થિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે….! જે સ્વિકારવી રહી…..! પરંતુ મોદી સરકારે દેશમાં વધુમાં વધુ ઉત્પાદન સેનેટાઈઝરનું થઈ શકે અને દેશભરમાં જ્યા સૌથી વધુ કોરોના કેસો છે ત્યા ડીશ ઈન્ફેક્સનની કામગીરી કરાવવી અતિ જરૂરી છે. તો માસ્ક બનાવવા જે તે ઉદ્યોગપતિઓને આદેશ આપી સમગ્ર ભારતમાં તેનું વિતરણ થાય તેવો અભિગમ અપનાવવો જરૂરી છે. ઉપરાંત જીવનજરૂરી ચીજો, માસ્ક, દબાઓ,સેનેટાઈઝર વગેરેના ભાવતાલ કિંમતો નક્કી કરી તેનો અમલ ફરજિયાત કરાવો તો તકવાદીઓ-નફાખોરો પ્રજાને કોરોનાને બહાને લૂંટતા બંધ થાય….! હવે સવાલ એ છે કે 21 દિવસ લોકડાઉન જાહેર કર્યું છે તો ત્રણ મહિના સુધીની સહાય અને રાહતો શા માટે આપવામાં આવી રહી છે..? શું આનો મતલબ વધુ સમય lockdown જાહેર કરવાનો છે કે શું…..? દેશમાં કોરોના ટેસ્ટીંગ માટેની વ્યવસ્થા વસ્તીના પ્રમાણમાં ન ગણ્ય છે એટલે આવનાર સમય વિકટ બનવાની આશંકા છે કે પછી સરકારના આદેશનું પાલન ન કરતાં નીકળી પડતા લોકોના કારણે કોરોના સંક્રમિત થનારા વધી જશે તેવી શંકા જાય કે શું….?
ગુજરાત કોરોનાને આગળ વધતો અટકાવવામાં સફળ રહ્યું હોય તેવી સ્થિતિ બની રહી છે. આરોગ્ય સચિવના જણાવ્યા મુજબ 53 કેસો પોઝિટીવ છે તો અનેક વિદેશથી આવનારાઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. જેને કારણે ગુજરાત સરકારે લીધેલા લોક રક્ષિત ના પગલા ઘણા ઉત્તમ રહ્યા છે. સરકારે હવે ટહેલવા નીકળનારાઓ, ટુ-વ્હીલર પર કામ વગર નિકળનારાઓ સામે “ત્રીજું નેત્ર” ખોલવું પડશે…. આવા અણસમજુઓને અને તેમના વાહનો ડીટેઇન કરવા અતિ જરૂરી છે. જ્યારે ગુજરાતમાંથી પરપ્રાતીઓ, આદિવાસીઓ પરિવારજનો સાથે જે રીતે વતનની વાટ પકડી રહ્યા છે તે સરકાર માટે તો શરમજનક જ…..! પરંતુ ધર્મ સ્થાનો-સંસ્થાઓ અને ધનિકો માટે પણ શરમજનક છે…. અત્યારે જે સંસ્થાઓ ધર્મસ્થાનો લોકોની વહારે આવી છે તે તો આંગળીને વેઢે ગણાય તેટલી જ છે. અને ખાસ તો ચૂંટણી સમયે મત માગવા ઘેર-ઘેર ફરી હાથ જોડી ખેસ, બિલ્લા વગેરેનુ વિતરણ ટરતાતા મોટાભાગના નેતાઓ “લોકડાઉન” થઈ ગયા છે. તેઓ જાહેરમાં આવે્….જ્યા રોગચાળો છે કે તેની દહેશત છે,ગીચ વસ્તી છે ત્યાં મફતમાં સેનેટાઈઝર, માસ્ક તેમજ જરૂરિયાતવાળાને ખાવા માટેની કિટ વિતરણ કરવા સાથે મનપાઓને આદેશ કરે કે ગીચ વિસ્તારો અને કોરોના આશંકિત વિસ્તારોમાં ડીશ ઇન્ફેક્શન કરે….. તો પરિણામ 100 ટકા લોકો ભુલશે નહીં…… વંદે માતરમ્

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજો રેશનીંગના દુકાનદારો પ્રમાણિક હોય તો પ્રહલાદ મોદી સરકારી માણસનો વિરોધ કેમ કરે છે….!
Next articleદિલ્હીમાં 50 હજારથી વધુની ભીડે લોકડાઉનની ધજ્જીયા ઉડાવી દીધી…!