સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવી જનજીવન પૂર્વવત કરવા, રોગચાળાની રોકથામ અને નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપતા શ્રી અમિતભાઇ શાહ
(જી.એન.એસ) તા. 30
ગાંધીનગર,
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી વ્યવસ્થાતંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગર – અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થયેલ છે. શ્રી શાહે ભારે વરસાદના પગલે શરૂઆતથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ચાંપતી નજર રાખી તંત્રને જરૂરી સૂચનાઓ પ્રસારીત કરી હતી. આ ઉપરાંત આજથી વરસાદનું જોર ઘટતા શ્રી શાહે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કલેકટરશ્રીઓ તેમજ મ્યુનિ. કમિશનરશ્રીઓ સાથે ટેલીફોનીક વાતચીત કરી સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. શ્રી શાહે વરસાદી પાણીના ઝડપથી નિકાલ થાય અને ગટરો સહિત રોડ રસ્તાઓના સફાઈકામ યુદ્ધના ધોરણે કરી જનજીવન પૂર્વવત કરવા પ્રશાસનિક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. શ્રી શાહે આ ઉપરાંત વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ ઉપરાંત ફોગિંગ અને જરૂરી દવાઓના છંટકાવ ત્વરિત શરૂ કરવા આદેશ પણ આપ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.