છ શખ્સોએ 100 કરોડની બે હજારની નોટોના બદલી આપવાનું પ્રલોભન આપ્યું
(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૫
ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે કામ અર્થે અજમેરથી આવેલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં ધંધાદારીને 100 કરોડની બે હજારની નોટોના બદલીની 500 ની ચલણી નોટો આપવાનો કારસો રચી છ શખ્સોએ રૂ. 11 લાખ 38 હજારની છેતરપિંડી આચરતાં સેક્ટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજમેર ખાતે રહેતા ભરતસિંગ અમરસિંગ, યાદવ સુર્યા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ટ્રાવેલ્સનો ધંધો કરે છે. ગત નવેમ્બર – 2023 ના રોજ તેઓ ટ્રાવેલ્સના ધંધાના કામ અર્થે ગાંધીનગર આર.ટી.ઓ ખાતે આવ્યા હતા. તે સમયે આર.ટી.ઓ. ખાતે અજમેર ખાતે રહેતા દયાલ જશ્ન લાલવાણી (સિંધી ) (હાલ રહે .501, બ્લોક-એ, અમરી હાઇટ્સ, સેક્ટર-125, શીવાલીક એવન્યુ, ખરાર, એસ.એ.એસ. નગર, મોહાલી, પંજાબ) સાથે ભેટો થયો હતો. બાદમાં બંને જણાં ચાની કીટલીએ જઈને એકબીજાના ધંધાની વાતો કરી હતી. તે દરમ્યાન દયાલ સિંધીએ કહેલ કે કોઇપણ પાર્ટીને રૂ. 2000 ની ચલણી નોટો બદલવી હોય તો જાણ કરજો. મારી પાસે એક માણસ છે, તેની કંપની 15 ટકા કમીશન ઉપર બે હજારની નોટો સામે 500 ની નોટો બદલી આપે છે. આથી ભરતસિંગે અજમેરમાં વિકાશ શર્મા નામની પાર્ટી સાથે વાત કરીને જાણ કરવાની તૈયારી દર્શાવી હતી. અને વિકાસ શર્મા એ તેની પાસે એક પાર્ટી હોવાનું કહ્યું હતું. એટલે ભરતસિંગે દયાલ સિંધીને અપડેટ આપ્યું હતું. એટલે સિંધીએ તેના ગાંધીનગર રહેતાં અને દીક્ષા કોર્પોરેશન નામની કંપનીમા નોકરી કરતા મિત્ર શૈલેષ રમેશ ઓટી (મૂળ રહે, નારાયણ ગામ, તા.ઝુન્નુર, જી, પુણે, મહારાષ્ટ્ર) નોટો બદલી આપવાનું કામ કરતો હોવાની વાત કરી હતી. બાદમાં દયાલ સિંધીએ સેકટર – 21 શોપિંગ ખાતે ભરતસિંગની ઓળખાણ શૈલેષ ઓટી સાથે કરાવી હતી. એ વખતે શૈલેષ ઓટીએ દીક્ષા કોર્પોરેશન 15 ટકા કમિશન ઉપર ઓછામાં ઓછી 30 કરોડની બે હજારની નોટોની બદલી આપતી હોવાની વાત કરતા ભરતસિંગે એક પાર્ટીને 100 કરોડની નોટો બદલવાની વાત કરી હતી. એટલે શૈલેષએ 20 લાખ ફી જમા કરાવવા કહ્યું હતું. જેનાં કહેવા મુજબ 24 જાન્યુઆરી 2024 ના રોજ ભરતસિંગે બે તબક્કામાં કુલ રૂ. 11.38 લાખના ચેક દિપક અગ્રવાલ નામના માણસે કહેલ વિમલાદેવી ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યો હતો. બાદમાં બે હજારની નોટો લઈને આવવા ભરતસિંગે વિકાસ શર્માને જાણ કરી હતી. જેણે સચિન જાગોટા (રહે. દિલ્હી) સાથે વાત કરાવી હતી. અને સચિન બે હજારની નોટો લઈને આવવાનો હતો. અને દ્વારકા દિલ્હી ભેગા થવાનું નક્કી થયું હતું. જો કે ભરતસિંગે પહોંચીને ફોન કરતા સચિનનો ફોન બંધ આવતો હતો. જેથી તેમણે સચિનના માણસ ગુરમીતસિંગ તથા તુશારગીરીનો મોબાઇલ ઉપર સંપર્ક કર્યો હતો. એટલે તેઓએ બે હજારની નોટો પોલીસે પકડી લીધી હોવાની જાણ કરી હતી. જેથી ભરતસિંગે શૈલેષ ઓટીને જાણ કરતા તેણે કહેલ કે, અમે તો 500 ના દરની નોટો લઈને આવી ગયા છીએ. આજે કામ પૂરું નહીં થાય તો તમારા રૂ. 11.38 લાખ પરત મળશે નહીં. આખરે શૈલેષ સહીતના છ જણની ગેંગે છેતરપીંડી આચરી હોવાનો અહેસાસ થતાં ભરતસિંગે સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.