(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૪
ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી એલસીબી પીઆઈ ડી બી વાળા સહીતની ટીમ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા એક્ટિવ થયેલી છે. દરમ્યાન બાતમી મળી હતી કે, ટ્રક (નં – RJ-02-GB-3012) માં ભારતીય બનાવટનો વિદે શીદારૂનો જથ્થો ભરીને શામળાજીથી હિંમતનગર થઇ ચિલોડા સર્કલ થઇ અમદાવાદ તરફ જવાનો છે. જે હકીકતના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે ચંદ્રાલા ગામના ઓવરબ્રીજ ચડતા પહેલા એચ.પી. પેટ્રોલપંપની સામે નાકાબંધી કરી વોચ ગોઠવી દેવાઈ હતી. આ દરમ્યાન બાતમી મુજબની ટ્રકને ખાનગી વાહનોની આડાશ કરી હાથનો ઈશારાથી રોકી દેવામાં આવી હતી. જેનાં ચાલકનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મોહનસિંહ ભીમસિંહ ઉદયસિંહ રાવત (રહે. બીણ ગામ, ઉપલી બીલ, પોસ્ટ-બડાખેડા, થાના તાડગઢ તા. તાડગઢ, જી.અજમેર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં એલસીબીએ ટ્રકની તલાશી લેતાં અંદરથી 481 પેટી ભરીને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ડ્રાઇવરે કબૂલાત કરેલી કે, 22 મી ઓગસ્ટના રોજ રાજુભાઈ નામના ઈસમે ફોન કરીને જણાવેલ કે, તમારો નંબર ભીમ ધોબી ઘાટી ખાતે આવેલ પંક્ચરની દુકાન વાળા પ્રેમભાઇએ આપેલ છે. મારે મારી ટ્રક ઉપર ડ્રાયવરની જરૂર છે અને ટ્રકમાં પાવડરની બેગો ભરેલ છે જે ટ્રક લઇને ભીંવડી, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે ટ્રી૫ મારવા જવાનું છે. જેનાં પગલે ભીમ તાલુકાના જસાખેડા ખાતે આવેલ દેવનારાયણ હોટલ ખાતેથી ટ્રક લઈને રાજુભાઇના મોબાઇલ ઉપર કહેવા પ્રમાણે કામલીઘાટ થઇ રાજસમંદ, નાથદ્રારા, ઉદયપુ૨, ખેરવાડા, બીંછીવાડા, શામળાજી બોર્ડર થઇ હિંમતનગરથી અમદાવાદ જતો હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેથી એલસીબીએ વિદેશી દારૃ – બિયરનો જથ્થો, ટ્રક સહિત અન્ય મળીને કુલ રૂ. 30.75 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.