Home ગુજરાત કચ્છ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

16
0

(G.N.S) Dt. 24

ગાંધીનગર,

ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં ૮૦૦ મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૨૪૦૦ મેગાવોટનો વધારો થશે.

હાલ ૨૪૯૬૨ મેગાવોટ પરંપરાગત અને ૨૮૪૦૬ મેગાવોટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનની કુલ ૫૩૩૬૮ મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી રાજ્ય ધરાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ સૂચિત કન્વેન્શનલ પાવર પ્રોજેક્ટસની સ્થાપના દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ પાવર જનરેશન ફેસીલીટીસ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું લક્ષ રાખ્યું છે.

રાજ્યમાં ૨૦૨૧-૨૨ના વર્ષમાં માથાદીઠ વીજ વપરાશ ૨,૨૮૩ યુનિટ હતો તે વધીને ૨૦૨૨-૨૩માં ૨૪૦૨.૪૯ યુનિટનો થયો છે.
આમ, ઉત્તરોતર વધતા જતા માથાદીઠ વીજ વપરાશની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી આ લિગ્નાઈટ એન્ડ કોલ બેઝ્ડ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શન જરૂરી બન્યા છે.

આ પ્લાન્ટમાં ઊર્જાના સ્ત્રોત તરીકે ડોમેસ્ટિક કોલનો ઉપયોગ કરાશે. હવાની ગુણવત્તા પર અસર ઘટાડવા એડવાન્સ્ડ ઇમિશન કન્ટ્રોલ સિસ્ટમ અને હાઈ એફિશિયન્સી એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે.
એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL કોંપ્રિહેન્સીવ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસનો પણ અમલ કરશે.

કોલ બેઝ્ડ પાવર પ્લાન્ટ રાજ્યમાં નોન સોલાર અવર્સ તથા દુષ્કાળનો સમય, ઓછો પવન, ગેસની ઓછી ઉપલબ્ધિ વગેરે આકસ્મિક જરૂરિયાતો સમયે ઉપયોગી બની રહે છે.
ઉર્જા સુરક્ષા સાથે ગ્રાહકોને સતત વિશ્વસનીય પુરવઠો પૂરો પાડવા માટે રિન્યુએબલ એનર્જી સાથોસાથ કોલ બેઝ્ડ પાવર પ્લાન્ટ પણ જરૂરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોના સર્વગ્રાહી અભ્યાસ અને વિચારણા પછી ૮૦૦ મેગાવોટના એક એમ ત્રણ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આમ ગાંધીનગર , સિક્કા અને ઉકાઈ ત્રણેય પાવર પ્લાન્ટ મળીને આ વધારાના ૨૪૦૦ મેગાવોટ સાથે રાજયની કુલ સ્થાપિત ક્ષમતા ૫૫૭૬૮ મેગાવોટ થશે.
આ સૂચિત પ્રોજેક્ટ દ્વારા અંદાજે ૩ હજાર જેટલા રોજગાર અવસરો ઊભા થઈ શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો
Next articleપુણેના પૌડ વિસ્તારમાં ખાનગી હેલિકોપ્ટરનું AW 139 ક્રેશ થયું