Home ગુજરાત ગાંધીનગર ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ...

ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

14
0
xr:d:DAE-mUAkcno:3872,j:46985059225,t:23021415

ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂ.૫૬૪૦ કરોડનું ડ્રગ્સ પકડી નાર્કોટિક્સના દૂષણથી રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે: ૪૩૧ આરોપીઓ સામે ૩૧૭ ગુના દાખલ.

( જી. એન. એસ.)  ગાંધીનગર,તા.23

વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે ૧૧૬ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા હતી. ખુલ્લા મનથી તમામ પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી સાથે ગુજરાતમાં ડ્રગ્સ વિરૂધ્ધ કરવામાં આવેલી કાર્યવાહી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મંત્રી મંડળની રચના બાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ કેબિનેટમાં જ ડ્રગ્સ સામેની મક્કમ લડાઈ લડવા નિર્ણય લેવાયો હતો. ત્યારથી આજદિન સુધી આ જંગ તેજ ગતિએ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે.

દુનિયામાં આજે ડ્રગ્સ ફેશન સટેટમેન્ટ બની ગયું છે ત્યારે ગુજરાતનુ યુવાધન ડ્રગ્સના રવાડે ન ચઢી જાય તેની ખાસ તકેદારી સાથે જીવના જોખમે આ સમગ્ર ડ્રગ્સ નેક્સસ તોડવા ગુજરાત પોલીસ દિવસ રાત કાર્ય કરી રહી છે. ગુજરાત પોલીસ દ્રારા રાજ્યના કચ્છ, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓના દરિયા કિનારેથી છેલ્લા ૧૫ દિવસમાં અંદાજિત રૂ.૮૫૦ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેના માટે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમ અભિનંદનને પાત્ર છે.

મંત્રી શ્રી વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં નશાબંધી કાયદા અંતર્ગત બનતા ગુનાઓને નાબૂદ કરવા રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. પાકિસ્તાન જેવા પડોશી દેશો દ્વારા ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ગુજરાતમાં ઘુસાડવાના ઈરાદાઓ ગુજરાત પોલીસે નાકામિયાબ બનાવ્યા છે અને છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ ૩૧૭ ગુના દાખલ કરી કુલ ૪૩૧ આરોપીઓને પકડી અંદાજે રૂ.૫૬૪૦ કરોડનો મુદ્દામાલ પકડી રાજ્યના યુવાધનને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ-૨૦૨૪માં ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈ વિસ્તારમાંથી રૂ. ૪૨૭ કરોડનું આશરે ૬૧ કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસની સતર્કતા અને સઘન પેટ્રોલીંગને કારણે દરિયાઈ વિસ્તારમાં આવેલા નાના-મોટા લેન્ડિંગ પોઇન્ટ પર ૧૭૮ કરોડનું બિનવારસી ડ્રગ્સ પકડવામાં પણ ગુજરાત પોલીસ સફળ રહી છે. ગુજરાત પોલીસથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ થથરે છે એટલે જ ગુજરાત પોલીસની બોટ દેખાતા જ ડ્રગ દરિયામાં નાખી દેવામાં આવ્યા આ પેકેટો દરિયા કિનારેથી બિનવારસી મળી આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પકડવાની કામગીરીમાં રોકાયેલી અલગ-અલગ એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી સમગ્ર રાજ્યમાં એક ટીમ તરીકે કામ કરી શકે તે માટે ગૃહ મંત્રાલયની અધ્યક્ષતા રાજ્ય કક્ષાએ સમયાંતરે NCORDની બેઠકનું આયોજન કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભ્રષ્ટ્ર અધિકારીઓએ વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યું
Next articleવનડે મેચમાં ભારતીય ખેલાડી ક્યારેય આઉટ જ નથી થયો, બોલર તેની વિકેટ લેવા તરસી ગયા હતા..