તાલીમ વર્ગમાં શારીરિક પ્રશિક્ષણ સાથે લેખીત પરીક્ષાની તૈયારી નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવશે
(જી.એન.એસ) ગાંધીનગર,તા.૨૨
જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લાના યુવકો માટે આર્મી, એરફોર્સ, નેવી, પોલીસની ભરતીપુર્વે “સ્વામી વિવેકાનંદ” પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ શરૂ કરવામાં આવનાર છે.
આ યોજના અન્વયે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૩૦ દિવસની નિ:શુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં શારીરિક પ્રશિક્ષણ સાથે લેખીત પરીક્ષાની તૈયારી નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા કરવામાં આવનાર છે.તથા ઉમેદવાર દીઠ દૈનિક ૧૦૦/- લેખે ૩૦ દિવસના ૩,૦૦૦/- સ્ટાઇપેન્ડ ચેક દ્વારા ચૂકવવામાં આવશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો તાલીમ મેળવવા ઇચ્છુંક હોય તેવા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર ખાતેથી અરજી ફોર્મ મેળવી યોગ્ય વિગત ભરીને રૂબરૂમાં જમા કરવાનું રહેશે.
અરજી ફોર્મ સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધો-૧૦/૧૨ની માર્કસીટની નકલ, શાળા છોડયાનો દાખલો, જાતીનો દાખલો, બેન્ક પાસબુકની નકલ તથા આધાર કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો રુબરુ સંપર્ક કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.