Home ગુજરાત ગાંધીનગર વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને...

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ સભ્યશ્રીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી

17
0

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૨૧

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યશ્રીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.

૧૫મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બુધવાર ૨૧ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શ્રી શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. શ્રી રત્નાભાઈ ઠુંમર, સ્વ. શ્રી રામસિંહજી સોલંકી, સ્વ. શ્રી નંદકિશોર દવે, સ્વ. શ્રી ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ. શ્રી સામતભાઈ રાઠોડ અને સ્વ. શ્રી કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલે રાજ્યપાલ તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાન અને માર્ગદર્શનની સરાહના કરી હતી.

તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યશ્રીઓની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને સૌ દિવંગત આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રીશ્રીઓ તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યશ્રીઓએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશભક્તિની ભાવનાથી તરબોળ થયું ગુજરાત ભવન
Next articleરાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ