Home ગુજરાત ગાંધીનગર આજે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી

આજે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી

18
0

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 24 કલાક બાદ, એટલે કે આવતીકાલથી (20 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના ભારે વરસાદની શક્યતા છે. એમાં 20 અને 21 ઓગસ્ટના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં છૂટાછવાય સ્થળ પર વરસાદી ઝાપટાં વરસી શકે છે. હાલમાં ગુજરાતમાં જરૂરિયાત કરતાં ત્રણ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં એક જૂનથી લઈને અત્યારસુધીમાં 19% વધુ વરસાદ નોંધાયો છે. તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જરૂરિયાત કરતા 9% ઓછો વરસાદ થવાથી વરસાદની ઘટ સર્જાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. તદુપરાંત માછીમારો માટે પણ કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી એક ઓફ શોર ટ્રફ સક્રિય હતો, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં ભરપૂર વરસાદ નોંધાયો હતો, પરંતુ હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ તરફ નિષ્ક્રિય થતાં વરસાદે વિરામ લીધો હતો. રાજસ્થાનમાં દક્ષિણ ભાગમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી, એટલે કે મોન્સૂન ટ્રક ઉત્તર રાજસ્થાન તરફ ખસ્યો છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની ઘટ સર્જાય છે. આવતીકાલથી ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. 20 અને 21 ઓગસ્ટના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે યલો જાહેર કરવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 122 મિલ્કત ધારકોની યાદી તૈયાર
Next articleઆજનું પંચાંગ (21/08/2024)