(જી.એન.એસ) ગાંધીનગર,તા.19
ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હાઈવે રોડ પરના નાકા પોઈન્ટ ઉપર ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે હિઁમતનગરથી આવતી ટ્રકને રોકીને તલાશી લઈ ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો સહિત કુલ રૂ. 16.64 લાખનાં મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીની ટીમ ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામે હાઈવે રોડ પરના નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવતી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જેનાં પગલે પોલીસ ટીમ એલર્ટ મોડ ઉપર નાકા પોઇન્ટ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બાતમી મુજબની ટ્રકને ઈશારો કરીને રોકી દેવામાં આવી હતી. ડ્રાઇવર અલ્તાફ ખાન ઇંદુખાન સૈયદ (રહે. અક્લીમપુર, મસ્જીદની પાસે, થાણા નગીના તા.નગીના જી.નુહુ રાજ્ય હરીયાણા) અને કલીનર દિનેશ પ્રકાશ બાદલ (અસરફાબાદ, ચોકની બાજુમાં થાણા અંતરોલી, તા.અતરોલી જી.અલીગઢ રાજ્ય ઉત્તર પ્રદેશ) ને પકડી લીધા હતા. પોલીસે બંનેને સાથે રાખી ટ્રકની તલાશી લેતાં પાછળના ભાગે પ્લાસ્ટિકનો સામાન હતો. જ્યારે ટ્રકના કેબીનમાં ડ્રાઇવર સીટની ઉપરના ભાગે ચોર ખાનું બનાવેલું જોવા મળ્યું હતું. જેમાથી એક પછી એક વિદેશી દારૂની 264 નંગ બોટલો કિંમત રૂ. 1 લાખ 54 હજાર 920 ની મળી આવી હતી. જેનાં પગલે પોલીસે બંનેની કુલ રૂ. 16.64 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.