Home ગુજરાત સંવેદનશીલ સરકારમાં પાટનગર પણ અસલામત..? જવેલર્સની દુકાનમાં ફાયરિંગની ઘટના

સંવેદનશીલ સરકારમાં પાટનગર પણ અસલામત..? જવેલર્સની દુકાનમાં ફાયરિંગની ઘટના

235
0

(જી.એન.એસ.-કાર્તિક જાની),તા.૭

ગુજરાતમાં દિવસે ને દિવસે ચોરીઓ,લૂંટ તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ વધતા પ્રમાણમાં જોવા મળી રહી છે, ત્યારે હવે ગુજરાતનું પાટનગર પણ સલામત નથી રહયુ, ગઈ કાલે ગાંધીનગર કુડાસણ વિસ્તારમાં આવેલી આદિશ્વર જેવેલર્સ નામની દુકાનમાં ફાયરિંગની ઘટના બની હતી તેમાં જેવેલર્સના માલિકને ઇજા પોહચી હતી, આ લૂંટારુઓ બાઇક ઉપર ત્રણ સવારી આવ્યા હતા જેવેલર્સમાં ગ્રાહક બની આવેલ હતા ત્યારબાદ લૂંટના ઇરાદે ગયેલ ત્રણ ઇસમો દુકાનદારના માલિક સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે,ઝપાઝપીમાં એક ઈસમ દુકાનદાર ઉપર ગોળી ચલાવે છે,ત્યારબાદ દુકાનદાર ઘાયલ થઈ જાય છે,તેમનો લૂંટનો ઈરાદો સફળ ના રહેતા તેઓ ત્યાથી પલાયન થઈ ગયા હતા,ત્યારબાદ સ્થળ ઉપર તત્કાલ પોલીસ પોહચી તપાસ હાથ ધરવામાં આવી હતી, પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરી છે,ત્રણ લૂંટારુઓમાંથી એકે હેલ્મેટ પહેર્યું છે જ્યારે બીજા બે ઇસમના બે ચહેરા સાફ દેખાય છે,ત્યારે જિલ્લા વડા મયુર ચાવડાએ 12 ટિમો બનાવી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, ઘટના જોતા સવાલો ઘણા ઉદ્દભવ છે લૂંટારુઓ લૂંટના ઇરાદે આવ્યા હતા ..? કે પછી કોઈ અંગત અદાવત હતી..? જે સ્થળ ઉપર લૂંટની ઘટના બની તેના થોડે દુર અંતરે જ પીસીઆર વાનો ઉભી રહેતી હોય છે ત્યારે સુત્રોથી એવી માહિતી આવી રહી છે કે ગઈ કાલે પીસીઆર ગાડીઓને હોલ્ટ આપી દેવામાં આવ્યો હતો ત્યારે હવે પોલીસના સઘન પેટ્રોલિંગની પોલ આ ઘટના ખોલી રહી હોય તેવું લાગી રહ્યું છે, આ લૂંટારુઓ કોણ હતા..? કયાના હતા..? કયા ઇરાદે આવ્યા હતા.?, આ તમમાં સવાલના જવાબો હવે લૂંટારુઓ ઝડપાય ત્યારે જ મળશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબી વાંકાનેરના ઢૂવા ગામે ભાજપા સહયોગી સંગઠનનું ૨૩મીએ યોજાશે કાર્યક્રમ
Next articleખેડૂતો આનંદો… કિશાન ક્રેડિટકાર્ડ દ્વારા અપાતી ૧,૬૦,૦૦૦ સુધીની લોન પર કોઈ દસ્તાવેજ નહિ