Home ગુજરાત ખેડૂતો આનંદો… કિશાન ક્રેડિટકાર્ડ દ્વારા અપાતી ૧,૬૦,૦૦૦ સુધીની લોન પર કોઈ દસ્તાવેજ...

ખેડૂતો આનંદો… કિશાન ક્રેડિટકાર્ડ દ્વારા અપાતી ૧,૬૦,૦૦૦ સુધીની લોન પર કોઈ દસ્તાવેજ નહિ

383
0

(જી.એન.એસ.-કાર્તિક જાની),તા.૧૧
ભારત સરકારના પરીપત્ર મુજબ પ્રધાન મંત્રી કિસાન સમ્માન નીધી યોજના અંતર્ગત તમામ ખેડુત કુટુંબને કિસાન ક્રેડિટકાર્ડ હેઠળ આવરી લેવાયા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી જિલ્લામાં એક ખાસ અભિયાન હાથ ધરી તમામ ૧,૪૧,૪૨૨ ખેડુતોને કિસાન ક્રેડિટકાર્ડ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કિશાન ક્રેડિટકાર્ડ માટે તમામ બેંકો સાથે ચર્ચા વિચારણા કરી આ કાર્ડ ખેડુતો સુધી મોકલાશે.
ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારી ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, બેંક મિત્ર, ખેડુત મિત્ર, સહકારી મંડળીના સેક્રેટરીઓ અને ગ્રામ્યકક્ષાની બેંક બ્રાંચના કર્મચારી વગેરેને અભિયાનમાં સામેલ કરી તમામ લાભાર્થીને કિશાન ક્રેડિટકાર્ડનાં લાભથી અવગત કરી કેસીસી નોંધણી માટે જરૂરી તમામ પ્રસાર પ્રચારની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રૂ. ૧.૬ લાખથી વધુ ક્રેડિટ લીમીટ માટે પ્રીંસીપલ લીમીટ મંજુર કરવામાં આવશે. જયારે રૂ.૧.૬ લાખથી વધુ રકમ માટે ધારાધોરણ મુજબ બોજા હેઠળની અન્ય કાર્યવાહી કરી ક્રેટીડ લીમીટ મંજુર કરવામાં આવશે. હવે કેસીસીનો લાભ પશુપાલન અને મત્સ્યઉદ્યોગ ખેડુતો સુધી પહોંચાડાશે, જે ખેડુતો કેસીસી ધારક છે અને પશુપાલન અથવા મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓ માટે વધારાની ક્રેટીડ લીમીટની મંજૂરી માટે શાખાનો સંપર્ક કરવા પડશે.
ગાંધીનગર ડીડીઓએ જણાવ્યું કે આ અભિયાનમાં ખેડૂતને કેસીસી દ્વારા ૧ લાખ ૬૦ હજાર સુધીની લોન ઉપર કોઈ દસ્તાવેજ આપવો નહી પડે ત્યારે તેમણે ખેડૂતને કેસીસી દ્વારા ૩ લાખ સુધીની લોન આપી કેન્દ્ર સરકાર મદદ રૂપ થશે. પરતું હાલ જે ખેડૂત પાસે કિશાન ક્રેડિટકાર્ડનો ફોર્મ નથી તેને ફોર્મ મેળવી આ સુવિધાનું લાભ અપાશે જયારે અત્યારે ૯૫ હજાર ખેડૂત પાસે આ કાર્ડની સુવિધા નથી. આ સમગ્ર વિગત માટે ખેડૂત પી.એમ.-કિસાનના હેઠળના તમામ લાભાર્થી કવરેજ માટે એક પૃષ્ઠનું સરળ ફોર્મ વિકસાવવામાં આવ્યું છે. જેમ તમામ માહિતી ભરી આ યોજનાનું લાભ લઇ શકશે. લાભાર્થી ખેડુતે કિશાન ક્રેડિટકાર્ડ મેળવવા ભરેલા ફોર્મ સાથે જમીનની ખાતાની નકલ અને વાવેતર કરેલ પાકની વિગત સાથે બેંક શાખાનો સંપર્ક કરવાનો રહેશે કે, જ્યાંથી તેઓ પીએમ-કિસાન લાભ મળશે. આજ થી કિશાન ક્રેડિટકાર્ડના ફોર્મ તમામ ગ્રામ કક્ષાની કચેરીઓમાં મોકલવામાં આવશે જ્યાંથી ખેડૂત આ ફોર્મ ભરી લાભ લઇ શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંવેદનશીલ સરકારમાં પાટનગર પણ અસલામત..? જવેલર્સની દુકાનમાં ફાયરિંગની ઘટના
Next articleસુપ્રીમનો ‘સુપ્રીમ’ આક્રોશ: શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી? તો કોર્ટને તાળું મારી દો…!!