Home મધ્ય ગુજરાત અમદાવાદ જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા 86 કેદીઓને રાજ્ય...

જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા 86 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય

15
0

(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર/અમદાવાદ,

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા દાખવવામાં આવેલા આ માનવીય અભિગમ થકી તા.૧પમી ઓગષ્ટ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ વધુ ૮૬ કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત કરવાના આ નિર્ણયથી આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં ૧૦૩ કેદીઓ અને વર્ષ ૨૦૨૪માં ૨૪૮ કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ ૮૬ કેદીઓ કેદ મુકત કરાયા છે. ગુજરાતમાં આ સાથે વર્ષ-૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન કુલ ૩૫૧ કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJ&K – ડોડા એન્કાઉન્ટરમાં સેના ના કેપ્ટન શહીદ, 4 આતંકવાદી માર્યા ગયાની આશંકા
Next article2021 માં ગેરરીતિ આચરનારા 37 ઉમેદવાર ગેરલાયક, 3 વર્ષ સુધી રાજ્ય સરકારની પરીક્ષા નહીં આપી શકે