(જી.એન.એસ. રવીન્દ્ર ભદોરિયા),તા.૦૩
અમદાવાદ: 2 ફેબ્રુઆરીએ હીરાવાડી મહાવીનગર ખાતે આવેલ રઘુનાથની ચાલી પાછળ માં ખોડિયાર જંયતીની ઉજવણી કરવામાં આવે હતી. ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે લોકો અનેક તૈયારીઓ કરી માં ખોડીયારના જન્મ દિવસને ઉજવે છે. ત્યારે આ જંયતીને લઈ અમદાવાદ હીરાવાડી વિસ્તારમાં પણ માં ખોડીયાર જંયતી ઉજવવામાં આવી. ખોડિયાર જંયતી નિમિત્તે એક વિશાળ ભંડારાનો પણ આયોજન કરવામાં આવ્યો હતો. ત્યારે હજારો લોકોમાં ખોડિયાર જયંતિના નિમિત્તે પ્રસાદ લેવા ઉમટ્યા હતા.ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ પ્રજાપતી આહિર, ડાભી રાજપૂત ,લેઉવા પટેલ, ભોઈ, રાજપૂત ભોઈ, ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, દેવીપુજક (વાઘરી), રબારી તળપદા, હરિજન વગેરે કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે.
ત્યારે હીરાવાડી વિસ્તાર માં આવેલ કાનજીભાઈ અને તેમની પત્ની પણ ખોડિયારમાં ની સેવક છે અને વર્ષોથી માં ખોડિયાર તેમની ઉપર મહેર રાખે છે અને તેઓ પોતાના ઘરમાં ખોડીયારનું મંદિર બનાવી વર્ષો થી નાનું નાનું ભંડારાનું આયોજન કરે છે પરંતુ આજે એ ભંડારો હજારો લોકોનું પ્રસાદ બની ગયો છે. કાનજી ભાઈ (ભુવા)ના પુત્ર દિનેશ રાવલ, સૂર્યા રાવલ અને તેમની પત્નીઓ પણ આ પ્રસંગ માં મોટી ભૂમિકા ભજવે છે. ત્યારે મહાવીરનગર યુવક મિત્ર મંડળ પણ ખોડિયાર જંયતીની ઉજવણી કરી સેવા આપી હતી. સમગ્ર ઉજવણી કર્યા બાદમાં મહાવીરનગના લોકોમાં ખોડિયારના ગરબા ઘૂમી જયંતિમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.. ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સ્થાનક આવેલાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.