Home ગુજરાત મહીસાગર, ખેડા જિલ્લાના પાંચ તાલુકાના 125 ગામો અને 8100 હેક્ટર જમીનને સિંચાઈ...

મહીસાગર, ખેડા જિલ્લાના પાંચ તાલુકાના 125 ગામો અને 8100 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડનારા રૂ. 581 કરોડના ખર્ચે નિર્માણાધીન લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

16
0

(જી.એન.એસ) તા. 3

ખેડા,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડરસ્તા, પાણી પુરવઠા, જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા-ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી શનિવારે મહિસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. આ લિફ્ટ ઈરિગેશન પાઈપલાઈન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહિસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે.

ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને 125 ગામો લાંબા સમયથી સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા હતાં. આ ગામોને વણાક બોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિ નદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ. 581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથ ધરી છે.

આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા 125 ગામોના 133 તળાવો તથા એક નદીમાં મહિ નદીનું પાણી પહોંચાડીને 8100 હેક્ટર કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા પુરી પાડવાનો હેતુ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ લીફ્ટ ઈરીગેશન પાઈપલાઈન પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવા સાથે બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્માણાધીન ૪૦ લાખ લિટરની ક્ષમતાનાં સંપ તેમજ MS પાઈપલાઈનની કામગીરી પણ નિહાળી હતી.  મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો તથા સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સાથે આ સંદર્ભમાં બેઠક યોજીને વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. તેમણે આ બધા જ કામોની ગુણવત્તા જાળવણી સાથોસાથ નિર્ધારીત સમય મર્યાદામાં એટલે કે 2027 સુધીમાં સમગ્ર યોજના પૂર્ણ થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે આ નિરીક્ષણ મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પંચમહાલના સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, પંચમહાલના પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, જળ સંપત્તિ વિભાગ સેક્રેટરી શ્રી કે. બી રાબડીયા, મધ્યગુજરાત ચીફ એન્જિનિયર અને અધિક સચિવશ્રી એમ. ડી. પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતા. 8, 9 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ થીમ આધારિત રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત, ચિત્ર, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન
Next articleક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૩મા જન્મોત્સવ નિમિતે  કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં સર્જન આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનનો પ્રારંભ