(જી.એન.એસ.) ગાંધીનગર તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વધુ એક તેમના વિશ્વાસુ IPS અધિકારીને CBIમાં પ્રતિનિયુક્તી પર લઈ જવાના છે. રાજ્યના ગુપ્તચર વિભાગના વડા એડિશનલ DG મનોજ શશીધરની ટૂંક સમયમાં CBIમાં પ્રતિનિયુક્તિ પર જવાનો હુકમ આવી જશે તેવું ગુજરાતના વિશ્વસનીય IPS અધિકારીઓના સુત્રો મારફતે જાણવા મળ્યું છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના ઘણા બધા IPS અધિકારીઓને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર લઈ ગયા છે. વડાપ્રધાનના પ્રથમ કાર્યકાળ દરમિયાન CBIમાં તેમના બે વિશ્વાસુ રાકેશ અસ્થાના અને એકે શર્માને પણ દિલ્હી લઈ ગયા હતા, પરંતુ વર્ષ 2018માં CBIના તત્કાલીન ડાયરેક્ટર અને CBIના અધિકારીઓ વચ્ચે ચાલતી ખટરાગના કારણે ગુજરાતના IPS રાકેશ અસ્થાના અને એકે શર્માએ એકબીજા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. જેના પરિણામે આ બન્ને અધિકારીઓને CBIમાંથી હટાવી લેવામાં આવ્યા હતા. હવે ગુજરાત કેડરના 1994 બેચના રાજ્ય ગુપ્તચર વિભાગના વડા એડિશનલ DG મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે લઈ જવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 1994 બેચના એડિશનલ DG મનોજ શશીધરને થોડાક સમય પહેલા જ રાજ્ય ગુપ્તચર વિભાગના વડા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને વડોદરા GBના ચીફ વિજિલન્સ ઓફિસર્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
એડિશનલ DG મનોજ શશીધર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ અધિકારીઓમાં ગણના થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનોજ શશીધર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના SP અને જોઈન્ટ પોલીસ કમિશ્નર ક્રાઈમ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ રેન્જ DIG તરીકે વડોદરા પોલીસ કમિશ્નર ગોધરા રેન્જના એડિશનલ DG તરીકે કામગીરી બજાવ્યા બાદ રાજ્ય ગુપ્તચર વિભાગના વડાનું સુકાન તેમને સોંપવામાં આવ્યું છે.IPS અધિકારીઓમાં ચાલતી ચર્ચા મુજબ, એડિશનલ DG મનોજ શશીધરને CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે લઈ જવામાં આવશે. આ અંગેનો વિધિવત હુકમ ટૂંક સમયમાં આવે તેવી સંભાવના છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.