Home ગુજરાત ઉતરાયણના દિવસે હજારો પતંગ સાથે એન.આર.સીનો આકાશબાજીમાં જોવા મળશે વિરોધ

ઉતરાયણના દિવસે હજારો પતંગ સાથે એન.આર.સીનો આકાશબાજીમાં જોવા મળશે વિરોધ

347
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૧૩

સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ એન.આર.સી. અને સી.એ.એ.નો વિરોધ જોવા મળ્યો હતો,ત્યારે હવે ઉતરાયણના તહેવારને લઇ એક નવા અંદાજ સાથે આકાશમાં પણ આ કાયદાનો વિરોધ દેખાશે.એન.આર.સી. અને સી.એ.એ.ને લઇ કેટલીક જગ્યા હિંસા પણ જોવા મળી ત્યારે હવે લોકો આકાશમાં એન.આર.સી. અને સી.એ.એ.ની પ્રિન્ટીંગ કરેલી પતંગો ચગાવી વિરોધ નોધાશે. માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફિશે જણાવ્યું કે અમે ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી ૧૫ હજાર જેટલી પતંગો ચગાવી એન.આર.સી.અને સી.એ.એ નો વિરોધ કરીશું. ત્યારે આ પતંગો ઉપર રેડ કલરથી લખેલું છે કે એન.આર.સી. નહી શિક્ષણ અને આરોગ્ય આપો. ત્યારે હવે સરકારને આ તહેવારને લઇ પણ લોકો આ કાયદાનો વિરોધ કરી એન.આર.સી. અને સી.એ.એ. હટાવાની માંગ કરશે.દેશમાં અત્યારે એન.આર.સી.અને સી.એ.એ. એક અલગ દિશા પકડી છે ત્યારે ઉતરાયણમા ગુજરાતમાં ભારે માત્રમાં પતંગો ચગતી જોવા મળશે ત્યારે અલગ અલગ રાજકીય નામો સાથે પતંગો જોવા મળે છે ત્યારે હવે એક અલગ વિરોધ સાથે હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈના અક્ષરોથી લખાયેલી પતંગો આકાશમાં ચગશે. દેશ બચાઓ બંધારણ બચવોના સ્લોગન સાથે એન.આર.સી. અને સી.એ.એ.નો વિરોધ ઉત્તરાયણના દિવસે પતંગો ઉડાવી કરવામાં આવશે. માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફિશે જણાવ્યું કે અમે ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી ૧૫ હજાર જેટલી પતંગો ચગાવી એન.આર.સી. અને સી.એ.એ નો વિરોધ કરીશું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleLRD વિવાદઃ ભાજપના સાંસદોએ પત્ર લખી વિવાદનો મધપૂડો છંછેડ્યો…..?
Next articleગુજરાતના વધુ એક IPS કેન્દ્રમાં, મનોજ શશીધર બનશે CBIના જોઈન્ટ ડાયરેક્ટર