Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતીય વાયુસેના દ્વારા વાયનાડમાં ભૂસ્ખલન બચાવ અને રાહત પ્રયાસ

ભારતીય વાયુસેના દ્વારા વાયનાડમાં ભૂસ્ખલન બચાવ અને રાહત પ્રયાસ

19
0

(જી.એન.એસ) તા. ૧

નવી દિલ્હી,

હાલમાં જ કેરળના વાયનાડમાં વિનાશક ભૂસ્ખલનન પછી, પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે ભારતીય વાયુસેના (IAF)એ NDRF અને રાજ્ય વહીવટ પ્રશાસન જેવી અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને 30 જુલાઈ 24ની વહેલી સવારથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

IAFના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે એરલિફ્ટિંગ ક્રિટિકલ લોજિસ્ટિક્સ સપ્લાય તેમજ ઇવેક્યુએશન ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. C-17 એ 53 મેટ્રિક ટન આવશ્યક પુરવઠો જેમ કે બેઈલી બ્રિજ, ડોગ સ્ક્વોડ, તબીબી સહાય અને બચાવ સહાય કામગીરી માટે અન્ય આવશ્યક સાધનોનું પરિવહન કર્યું છે. વધુમાં, રાહત સામગ્રી અને કર્મચારીઓને લઈ જવા માટે An-32 અને C-130નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામૂહિક રીતે, IAFના આ વિમાનોએ બચાવ ટુકડીઓ અને વિસ્થાપિત રહેવાસીઓ સહિત 200થી વધુ લોકોને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં અને ત્યાંથી લઈ જવાની સુવિધા આપી છે. જ્યારે પડકારજનક હવામાન ઉડ્ડયનને અડચણ ઊભી કરી રહ્યું છે, ત્યારે IAF એચએડીઆર સંચાલન કરવા માટે ઉપયુક્ત સમય મળી રહ્યો છે.  કામગીરી હાથ ધરવા માટે યોગ્ય સમય શોધી રહી છે.

વાયુસેનાએ આ પ્રયાસો માટે વિવિધ કાફલાના હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. Mi-17 અને ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)ને HADR ઓપરેશન હાથ ધરવા માટે સામેલ કરવામાં આવ્યા છે. પ્રવર્તમાન વ્યાપક ખરાબ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં, IAF એરક્રાફ્ટ ફસાયેલા લોકોને નજીકની તબીબી સુવિધાઓ અને સલામત વિસ્તારોમાં ખસેડવાનું અને 31 જુલાઈ 24ની મોડી સાંજ સુધી આવશ્યક પુરવઠો પહોંચાડવાનું યથાવત રાખે છે. બચાવ કામગીરી ચાલી રહી હોવાથી આ હેલિકોપ્ટરોએ મોટી સંખ્યામાં લોકોને એરલિફ્ટ કર્યા છે. જેના પગલે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને તેમના સલામત અને તાત્કાલિક પરિવહનની સુવિધા સુનિશ્ચિત થઈ છે.

ભારતી વાયુસેના કેરળના આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછૂટાછેડા બાદ રસ્તા પર આવી જતા અભિનેત્રીએ 20 રુપિયાની થાળી ખાધી હતી
Next articleછેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ