(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૦૬
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે LRD પરીક્ષા ઉમેદવાર છેલ્લા 20 દિવસથી પણ વધારે સમયથી આંદોલન પર બેઠા છે. પણ અત્યાર સુધી ભાજપ સરકાર LRD ઉમેદવાર માટે વિચારી પણ નથી શકતી. ત્યારે SC/ST/OBCના LRD ઉમેદવારોની એકતાની નૈયા પાર કરવા માટે અલ્પેશ ઠાકોર 20 દિવસ બાદ સરકાર સામે બાંયો ચડાવી આખરે સમાજ વચ્ચે અને સમાજની મહિલાઓને ન્યાય અપાવા માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એલ.આર.ડી ના ઉમેદવાર મહિલા વચ્ચે આવી પહોંચ્યા હતા.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નામથી આગળ આવેલા અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપ સાથે જોડાઈને સમાજને સાઈડ પર કરી દીધો હતો. પરંતુ પેટા ચૂંટણી માં ભાજપ માંથી ચૂંટણી લડત હારનો સામનો કરવો પડશે ત્યાર બાદ નિષ્ક્રિય થઈ ગયેલ અલ્પેશ ઠાકોર ફરી એકવખત ભાજપ સામે બાંયો ચડાવી LRD મહિલાઓને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા.ત્યારે લોક મુખે એવી ચર્ચા થઈ રહી છે કે ખરેખર LRD મહિલાઓને ન્યાયઅપાવવા મેદાનમાં કે પછી ભાજપ થી નારાજ થઈને મેદાન માં…?? શુ અલ્પેશ ઠાકોર ભાજપમાંથી પણ બગાવત કરશે…??
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસમાંથી ભાજપમાં ગઈ જુગલ જોડી હવે નવા નવા બહાના કાઢી હવે જનતા વચ્ચે આવી કોંગ્રેસમાં ફરી વાપસી થયાની માહિતી વહેતી થઈ છે. વ્યસન મુક્તિ, દારૂબંધી જેવા આંદોલનની આંગળી પકડી અલ્પેશ ઠાકોર રાજનીતિમાં એન્ટ્રી કરી. પણ આજે ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોરે આયનો બતાવી તેમને ચેતવણી આપી દીધી છે. આજે ફરી એક બાર ભાજપને આંખો બતાવી અલ્પેશ ઠાકોર ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં LRD પરીક્ષા ઉમેદવારો વચ્ચે આવી પહોંચ્યા છે. કે પછી અલ્પેશ ઠાકોરના મન મંદિરમાં ફરી કોંગ્રેસમાં આવવાની ઘંટી વાગી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.