Home ગુજરાત મોંઘવારીના વિરોધમાં અમદાવાદ ખાતે ગરવી ગુજરાત પાર્ટીનો સરકાર સામે વિરોધ પ્રદર્શન

મોંઘવારીના વિરોધમાં અમદાવાદ ખાતે ગરવી ગુજરાત પાર્ટીનો સરકાર સામે વિરોધ પ્રદર્શન

451
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા), તા.૦૪

ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક જાન્યુઆરીના દિવસે ગેસ  અને રેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે દેશના લોકો મોંઘવારીના બોઝ નીચે દવાયેલા છે. આજે માર્કેટમાં અસંખ્ય વધતી જતી મોંઘવારી જોવા મળી રહી છે.”અસંખ્ય વધતી મોંઘવારી” ના વિરોધમાં અમદાવાદ કાલુપુર ખાતે ગરવી ગુજરાત પાર્ટી GGPની પદયાત્રા અને ધરણા જેવા કાર્યક્રમ કરી સરકાર વિરુદ્ધ નારે બાજી કરી હતી.
ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરભાઈ ઠાકોરે જણાવ્યું કે આજે એક સામાન્ય વક્તિના જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓ ઉપર મોંઘવારીને લઈ અસર થઈ રહી છે. શિક્ષા મોંઘી બની, ખાવા પીવાની રેસિપી મોંઘી થઈ. ત્યારે વ્યક્તિની કમાણીમાં અછત થી આજે મોંઘવારી વધાર નડી રહી છે. ગ્રહિણીઓ પણ પોતાના બજેટ પ્રમાણે જ ખરીદી કરે છે. પરંતુ આ વસ્તુમાં મોંઘવારી એટલે આત્મહતા, કારણે કે જો ખાવા પીવા જેવી વસ્તુઓમાં ભાવ વધારો એટલે કે કમરતોડ મોંઘવારી…!! ત્યારે આજે ગરવી ગુજરાત પાર્ટીના 30 થી 35 કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ નારેબાજી કરી મોંઘવારીનું વિરોધ નોંધવામાં આવ્યો હતો. આઈલની વધતા જતા ભાવને લઇ આજે માધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. સરકાર વિકાસની વાતોમાં વ્યસ્ત છે ત્યારે આ બાજુ મોંઘવારી લોકોનું વિકાસ રોકી રહી છે. આ વિકાસથી લોકોનું પેટ નહિ ભરે ત્યારે ગરવી ગુજરાત પાર્ટી લોકોના સમર્થનમાં મેદાને ઉતરશે અને એમના સમર્થનમાં જરૂર પડે તો આંદોલન પણ કરશે.

ગરવી ગુજરાત પાર્ટી આજે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરીને બાહર આવશે. ગરવી ગુજરાત પાર્ટી અગાઉ પણ મોંઘવારીને લઈ કર્યક્રમ કર્યા છે. આજે દેશમાં અતિશય મોંઘવારીને લઈ અન્નદાતા પણ હેરાન પરેશાન છે. જ્યારે અન્નદાતા પરેશાન હશે તો મોંઘવારી તો વધશે. અને મોંઘવારી વધશે ત્યારે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાયણ પછી મોદી કેબિનેટનું વિસ્તરણઃ રૃપાણી-પટેલ દિલ્હીમાં,માંડવિયા ગુજરાતમાં..??
Next articleલીલીપેન વાપરવાના અભરખા રાખનાર અલ્પેશ LRD મહિલાઓના સમર્થનમાં