Home મધ્ય ગુજરાત અમદાવાદ ભૂતાનના રાજા અને વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા...

ભૂતાનના રાજા અને વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી

53
0

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા  વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્યું હતું.

ભૂતાનના રાજા શ્રીમાન જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા  વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેએ ગુજરાત મુલાકાત પૂર્ણ કરતા પહેલાં હેલિકોપ્ટરથી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ જોઈને મહાનુભાવો પ્રભાવિત થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article શિમલામાં ગાડી 200 મીટર ઊંડી ખીણમાં પડી; 2 ના મોત, 3 ઘાયલ
Next articleબ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પ્રાણીઓ માટે કમ્પાઉન્ડ ફીડનું ઉત્પાદન કરતી એકમ પર દરોડા