રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૦૪ સામે ૮૦૪૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૨૯ સામે ૨૪૪૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કેન્દ્રીય બજેટ ૨૦૨૪ની રજૂઆતના એક દિવસ પહેલા સોમવારે શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી હતી. મોટા ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટીએ રિકવરી દર્શાવી હતી. જોકે, બજાર ઊંચા સ્તરે પણ ટકી શક્યું ન હતું અને અંતે બજાર નેગેટિવ ઝોનમાં બંધ થયું હતું.સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૫૦૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૫૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૦૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.
આજના બજારમાં ઓટો, ફાર્મા અને મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ વધ્યા છે. એનર્જી, એફએમસીજી, આઈટી રિયલ એસ્ટેટ સૂચકાંકોમાં થોડી નબળાઈ જોવા મળી હતી.બજારમાં સ્ટોક સ્પેસિફિક ક્રિયા જોવા મળી હતી.એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામો શનિવારે આવ્યા હતા, જે આજે બજારને અમુક અંશે પસંદ આવ્યા હતા.બીજી તરફ આઈટી સેક્ટરની મોટી કંપની વિપ્રોના શેર ૯%થી વધુ તૂટ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કોટક મહિન્દ્રા બેંકના પરિણામો બજારને પસંદ ન આવ્યા અને આ કાઉન્ટર્સ ઘટ્યા.
આજના બજારમાં ટોપ ગેઇનર્સમાં ઓબેરોઈ રીયાલીટી શેરમાં ૪.૪૧% વધારો અને એચડીએફસી બેન્કના શેરમાં ૨.૧૬%નો વધારો,ટોરેન્ટ ફાર્મા ૩% વધારો,ટાટા કેમિકલ્સ ૨%વધારો થયો હતો. ગ્રાસિમ, એચડીએફસી બેંક, અલ્ટ્રા ટેક સિમેન્ટ, સિપ્લા,લ્યુપીન,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટેક મહિન્દ્રા,હેવેલ્સ,સન ફાર્મા,વોલ્ટાસ, ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ,સન ટીવી એનટીપીસી જેવા શેરો તેજી જોવા મળી હતી.જયારે બીજી બાજુ વિપ્રો લીમીટેડ ૯.૧૮% ઘટાળે,રિલાયન્સ ૩.૫૯% ઘટાળે,કોટક મહિન્દ્રા ૩.૩૭% ઘટાળે, બેન્ક ટોપ લુઝર શેરો હતા અને ટીસીએસ,મુથૂત ફાઈનાન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ટાટા કન્ઝ્યુમર,ભારતી એરટેલ,એચડીએફસી લાઈફ,કોલ ઈન્ડિયા,બીપીસીએલ,મહાનગર ગેસ,આઈટીસી,શ્રીરામ ફાઇનાન્સ,ડોક્ટર રેડીઝ,અદાણી પોર્ટસ, બાટા ઇન્ડિયા,ટાટા કન્ઝ્યુમર,બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો જોવા મળીયો હતો.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૨ અને વધનારની સંખ્યા ૨૧૯૦ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે. ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે મંગળવારે ૨૩,જુલાઈના નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પૂર્વે સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાયો છે.કૃષિ- ફર્ટિલાઈઝર, કેમિકલ્સ ક્ષેત્રે પાક સંરક્ષણ ક્ષેત્ર માટે પીએલઆઈ સ્કિમ અને બેટરી કેમિકલ ઉત્પાદકો માટે પ્રોડકશન લિન્ક્ડ ઈન્સેન્ટિવ-પીએલઆઈ સ્કિમ આવી શકે છે.પાવર ક્ષેત્રે રિન્યુએબલ એનજી માટે પ્રોત્સાહનો વધારવામાં આવે અને ટી એન્ડ ડી મૂડીખર્ચ પર ફોક્સ વધારવામાં આવે એવી શકયતા રહેશે. મેટલ-માઈનીંગ ક્ષેત્રે કાચામાલ પરની આયાત ડયુટીમાં ઘટાડો અથવા ચાઈનીઝ સ્ટીલની આયાત પરની બેઝિક કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવી શકે છે.ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે બજેટમાં ફેમ-થ્રી સબસીડી ફાળવણીમાં વધારો થવાની અને સીએનજી એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો થવાનીજોગવાઈ આવી શકે છે.નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની મંગળવારે રજૂઆતની સાથે શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. શેર બજાર સાથે સંકળાયેલા વર્ગ માટે આ વખતે બજેટમાં નાણા મંત્રી સરપ્રાઈઝ રજૂ કરે તો આશ્ચર્ય નહીં પામતા.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.