Home હર્ષદ કામદાર મહારાષ્ટ્રમાં કર્ણાટકવાળી કરવાનું ભાજપાનુ સ્વપ્ન રોળાશે……!!

મહારાષ્ટ્રમાં કર્ણાટકવાળી કરવાનું ભાજપાનુ સ્વપ્ન રોળાશે……!!

339
0

(જીએનએસ: હર્ષદ કામદાર)
દેશમાં એક સમયે પક્ષપલટા વિરોધી કાયદાની બોલબાલા હતી અને પક્ષ પલટો અટકી ગયો હતો. પરંતુ કેન્દ્રમાં ભાજપાની સરકાર આવ્યા પછી ડાયરેક્ટ- ઇનડાયરેક્ટ પક્ષ પલટાને પ્રોત્સાહન મળી રહ્યું છે જે દેશના આવનારા સમય માટે ભારે નુકસાન કરતા હશે….! કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષપલ્ટો કરાવીને કેટલાક રાજ્યોમાં સોદાબાજી કરીને ભાજપાએ ગઠબંધનની સરકારો બનાવી લીધી પરંતુ જેમાં સૌથી નાલેશીભરી સરકાર બની તે છે હરિયાણા સરકાર. જ્યા ભાજપાના ખટ્ટરની સરકાર બને તે માટે ભાજપાએ ચોટાલાના પક્ષ સાથે સોદો કર્યો અને તેમાં લોકહિત વિરોધી કાર્ય કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પુત્ર કે જીઓને 10 વર્ષની જેલની સજા થયેલી તેમને જેલમાંથી મુક્ત કરવાની શરતે ભાજપા ગઠબંધનની સરકાર બની. અને આમ પ્રજામાં ભાજપાની આબરુનું ધોવાણ થઇ ગયું. તો મહારાષ્ટ્રમાં ભાજપા સરકાર બનાવવા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જે રમત રમ્યા કે રમાડાઈ તેમાં ભાજપાનો ગ્રાફ એકદમ નીચે ઉતરી ગયો. તો રાજ્યપાલ પ્રત્યે પણ લોકોમાં અણગમો પેદા થઈ ગયો…..! કર્ણાટકમાં જે કાંઈ ખેલ ખેલાયા તેના કારણે પણ ભાજપાની લોક પ્રિયતામાં ઘટાડો થઈ ગયો છે. અને તેના તથા કેટલાક કેન્દ્ર સરકારના નિર્ણયોને કારણે ઝારખંડ રાજ્ય ગુમાવવાનો વારો ભાજપાને આવ્યો. આ બધી બાબતોમાથી ભાજપાએ કોઈ બોધપાઠ લીધો નથી અને હવે મહારાષ્ટ્ર સરકાર માં ઉભી થયેલી આંતરિક દખલગીરી કે પદોને લઈને ભાજપાની નજર તેના શિવસેના-એનસીપી અને કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો પર મંડરાઇ છે. જો ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્ર સરકાર માહેનો અસંતોષ ઠારી નહિ શકે તો….? તે સવાલ પેચીદો છે…..! કારણ કે ઉદ્વવે જે પ્રકારે કેબિનેટ પ્રધાનો લીધા અને જે પ્રકારે કિલ્લેબંધી કરી છે તે જોઈએ ભાજપમાં સખળ ડખળ થઈ શકે…..! પરંતુ ઉધ્ધવે કરેલા વિસ્તરણને લઇને જો સૈધ્ધાતિક રીતે ધ્યાનથી જોઈએ તો ગઠબંધન સરકારો માટે માર્ગદર્શિકા સમાન છે.!
શિયાળ જે રીતે કાગડાના મોઢામાંથી પુરી પડે તો પોતે ખાઈ જાય તેવી હાલત ભાજપમાં બની ગઈ છે. અને કદાચ આ ત્રણેય પક્ષમાંથી પદ વાચ્છિત ધારાસભ્યો જો બળવો કરે તો….? તો ભાજપાને મોટી તક મળી જાય….! અને બાકી તો ઉપર થી નીચે સુધી ભાજપામાં તંત્ર ખડે પગે જ છે. છતાં આ બધા ઉપર શરદ પવારની પકડ અને ઉધ્ધવની વ્યુહ રચના મજબૂત છે. એટલે મહારાષ્ટ્ર સરકારમાં ઘીના ઠામમાં ઘી પડી રહે તેવો ચક્રવ્યૂહ પવાર અને ઉધ્ધવે ગોઠવ્યો છે તેવું લોકો વિશ્વાસથી કહે છે. તો શિવસેનાના સૈનિકો પણ પક્ષપલટો કરનાર સામે શું કરે તે કહેવાય નહી….!? તેવી સ્થિતિ બનેલી છે અને લોકોમાં તેની ભારે ચર્ચા છે. તો અસંતોષી કે પદ વાચ્છિત ધારાસભ્યોને પણ શિવસૈનિકોનો ડર સતાવી રહ્યો છે. એટલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં શું બને તેવું કહેવું કવેળાનુ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અઘાડી સરકાર બનતા પહેલા શરદ પવારે ચાણક્ય બુદ્ધિથી જે દાવ કર્યા તે તમામ સીધા પડ્યા છે. એટલે ફરી પાછા પવાર મહારાષ્ટ્ર રાજ્યમાં મધ્ય બિન્દુ ઉપર છે. ભાજપાના પાસાને અવળા કરી નાખવાની આવડત શરદ પવારમાં છે. એટલે કદાચ ભાજપ ફાવી શકશે નહીં… અને જે પ્રકારે અગાઉ સરકાર રચવામાં બદનામી મળી હતી તેવી બદનામી ભાજપને મળી શકે….! તેને ધ્યાનમા રાખી ભાજપાની નેતાગીરી પણ ફુકી ફુંકીને આગળ વધશે તે પણ હકીકત છે…..! કારણ અસંતોષી ધારાસભ્યોમાં ડર શિવસૈનિકોનો છે. તો શરદ પવારને છેહ દેવાની હિંમત બળવાખોરો માં નથી તે પણ હકીકત છે. એવું રાજકીય પંડિતો અને તજજ્ઞોનું માનવું છે….!
મહારાષ્ટ્ર સરકારમા અસંતોષની ચિનગારી ત્યારે લાગી કે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટનું વિસ્તરણ કર્યું. પરંતુ સ્વાભાવિક છે કે ગઠબંધન સરકારમાં જોડાયેલા તમામ પક્ષોને રાજી રાખવાની કે સંતોષ આપવાની મજબૂરી હોય છે. કેટલાકને રાજી રાખવા છતાં બીજા કેટલાક નારાજ થઈ જતા હોય છે. અને આવા નારાજ સભ્યો સરકારને પાડી દેવા નિમિત્ત બને છે. ત્યારે ભાજપાની નજર આવવા નારાજ ધારાસભ્યો પર મંડરાયેલી છે. ઉદ્ધવ પોતાના એટલે કે શિવસેનાના અગત્યના અનુભવી ધારાસભ્યોને કેબિનેટમાં લઈ શક્યા નથી…જે તેમની મજબુરી હોઈ શકે.આ બધી બાબતો વચ્ચે શિવસેના અને એનસીપીને એક કરવા સાથે કોંગ્રેસને જોડવામા અગત્યનો ભાગ ભજવ્યો હતો તે સંજય રાઉતના ભાઈને પણ કેબીનેટમા લીધા નથી. મતલબ ઉધ્ધવની મજબૂરી….. છતાં સંજય રાઉતે પોતાના મુખેથી કોઈ પણ ટીકા ટિપ્પણી કર્યા વગર એટલુજ બોલ્યા કે તેમના પરિવારમાં મંત્રી બનવાની પરંપરા નથી. અને તેઓ સંગઠનમાં કામ કરવા માટે જોડાયેલા છે. જોકે બીજી હકીકત એ પણ છે કે આવા અસંતુષ્ટ ધારાસભ્યો છે તેઓને મહત્વના બોર્ડ-નિગમના પણ સ્થાન મળી શકે છે. જ્યારે લોકોનું માનવું છે કે શિવસેના આદિત્ય ઠાકરેને મંત્રી પદ આપી તેને મુંબઈનો રાજા બનાવવા માગે છે. આ બધામાં એનસીપી છોડી શિવસેનામાં જોડાયેલા સચિનને ઈનામ મળ્યું છે મંત્રી પદનું. સચિન આહિર પોતે એનસીપીમાં વરલી બેઠક પરથી જીત્યા હતા. પરંતુ તેઓ એનસીપી છોડી તે સાથે બેઠક છોડી આદિત્ય ઠાકરને જીત માટે રસ્તો કરી આપ્યો છે જેની નોંધ લેવી પડે. આ બધું છતાં ઉધ્ધવ ઠાકર આંતરિક અસંતોષ અ કઈ રીતે ઠારે છે તે જોવું રહ્યું….! બાકી ભાજપા મોકાની રાહ જોઈ રહ્યો છે તે પણ એક સત્ય હકીકત છે…..!?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગીજી અન્ય સમાજની ત્યક્તા મહિલાઓને પેન્શન કેમ નહિ, વારુ…?
Next articleહિંસામાં થયેલ નુકસાનની ભરપાઈ તોફાનીઓ પાસેથી વસુલાશે: ગુજરાત પોલીસ