Home ગુજરાત હિંસામાં થયેલ નુકસાનની ભરપાઈ તોફાનીઓ પાસેથી વસુલાશે: ગુજરાત પોલીસ

હિંસામાં થયેલ નુકસાનની ભરપાઈ તોફાનીઓ પાસેથી વસુલાશે: ગુજરાત પોલીસ

385
0

(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરિયા),તા.૦૨

ગાંધીનગર- નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ આંદોલન ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શરૂ થયું હતું. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) ના વિરોધ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી વસુલાત કરવાની જાહેર ઉત્તર પોલીસ દ્વારા કરવામાં આવી હતી . તેને પગલે હવે ગુજરાત પોલીસ પણ હિંસામાં થયેલ નુકસાનને તોફાનીઓ પાસેથી વસુલ કરે તેવી કવાયત શરુ કરવામાં આવી છે. જે અનુંસધાને ગુજરાત પોલીસ પણ હિંસામાં થયેલ નુકસાનની વસુલી પ્રદર્શનકારીઓથી વસુલાશે.નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ મુસ્લિમ સંગઠનો દ્વારા દિલ્હીના જામિયામાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. તે જ સમયે, 20 ડિસેમ્બરના રોજ ગુજરાતના વડોદરામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારોથી પોલીસના અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. તમને જણાવી દઈએ કે, અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં મુસ્લિમ સંગઠનોએ પોલીસના કર્મચારીઓ ઉપર પત્થરબાજી કરી વાહનો તોડી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે તેના બચાવમાં કોઈ પગલું ભર્યું ન હતું, પરંતુ સરકારની સંપત્તિને થયેલા નુકસાન અંગે કોર્ટમાં અપીલ કરશે અને સરકારી સંપત્તિને રીકવર કરવા પ્રયત્ન કરશે. નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરુદ્ધ થયેલી હિંસામાં થયેલા નુકસાનની ભરપાઇ માટે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આશરે રૂ .40,000 નું નુકસાન થયું છે. પોલીસ જલ્દી કોર્ટમાં અપીલ કરશે અને વિરોધીઓને પાસેથી  પુન રીકવર કરવા માટે પ્રયત્ન કરશે.. વડોદરા પોલીસને થયેલા નુકસાનની વસૂલાતનો આ પહેલો કેસ હશે. વિરોધ દરમિયાન પોલીસે હિંસામાં કેસમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Previous articleમહારાષ્ટ્રમાં કર્ણાટકવાળી કરવાનું ભાજપાનુ સ્વપ્ન રોળાશે……!!
Next articleઅમદાવાદ પોલીસ કરશે ‘અપનાપન’ યોજનાની જાહેરાત, શેહરના વરિષ્ટ નાગરિકોને આપશે પ્રાથમિક સુવિધા