આજે ૧લી જાન્યુવારી ૨૦૨૦ ના દિવસે આપણે સૌ નવા વર્ષની શુભેચ્છા ઓ પાઠવીએ છીએ. દિવાળીની પછીના વિક્રમના નવા સંવતની શરૂઆત વખતે આપણે દેશી મહિના મુજબ આપેલી શુભેચ્છા અંગ્રેજી મહિનામાં કદાચ નહિ ચાલતા હોય, વીર વિક્રમને ક્યાં અંગ્રેજી આવડતું હતું અને ઇસુ ને આપણી ભાષા નોતી આવડતી. જેથી આપણે વર્ષમાં બે વાર નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ અને મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક તાતાહા પારસી બાબાને નવરોજ મુબારક પાઠવીએ છીએ. પણ તેમાં ફરક એટલો કે આજે આપણે નાત – જાતના વાડાઓથી ઉઠીને માત્ર અંગ્રેજીમાં જ હેપ્પી ન્યુ યર પાઠવીએ છીએ.
આમ તો આજના યુગમાં શુભેચ્છાઓની જરૂર તો સહુકોઈને રહે છે. વડાપ્રધાન – રાષ્ટ્રપતિ, સેનાના વડા થી લઈને તમામ ધર્મના વડાઓને પણ ગમે ત્યારે શુભેચ્છાઓની મોટી જરૂર ઉભી થતી હોય છે.
તો આજે આપણે સહુની જરૂરીયાત મુજબની શુભેચ્છાઓ પાઠવીને તેમને થોડી રાહત આપીએ.
સહુ પ્રથમ આપણે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શુભેચ્છા પાઠવીએ. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચુંટણી પછી તેમને શુભેચ્છાની જરૂર ઉભી થઇ છે. વિજયભાઈએ જોકે કહ્યું કે મારે કોઈ શુભેચ્છાની જરૂર નથી કારણકે હાઈ કમાન્ડ – સાહબે શ્રી નરેન્દ્રભાઈ તથા સાહેબ શ્રી અમિતભાઈ ની શુભેચ્છા હજુ પુરેપુરી વપરાઈ ગઈ નથી. સાહેબનો ફ્રીહેન્ડ છે એટલે ચિંતા નથી.
સરસ, આપણે માત્ર એટલી જ શુભેચ્છા પાઠવીએ કે સાહેબનો ફ્રીહેન્ડ છે, એટલે થોડું સાચવવું પડે. એ હાથ ગમે ત્યારે ગમે ત્યાં પડે. જેથી આપણે આપણા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવીએ કે સાહેબનો ફ્રીહેન્ડ માત્ર ગાલે ગલગલીયા જ કરે જોરથી ભટકાઈને ગાલ સોજી જાય નહિ. તે માટે શુભેચ્છા. બાકીના મંત્રી મંડળના તમામ સભ્યોને શુભેચ્છાની જરૂર છે. જેમાં આપણા મહેસુલ મંત્રી કૌશિકભાઈને તંદુરસ્તી માટેની શુભેચ્છા, આપણા શિક્ષણ મંત્રી શ્રી ભુએપ્ન્દ્રસિન્હજી તાતાહા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને અદાલતી કાર્યવાહીમાં આબરૂ જળવાય રહે તે માટેની શુભેચ્છા.
પરશોતમભાઈ સોલંકી ને સહુથી વધુ શુભેચ્છાની જરૂર છે. તેમના સ્વાસ્થ્ય માટે તથા અદાલતની કાર્યવાહી, ઉપરાંત પણ ઘણી ઘણી શુભેચ્છાઓ તેમને આપીએ જેથી લાલ લાઈટ વાડી ગાડી અને ભાઈ ની સેવાકીય પ્રવૃત્તિ યથાવત રહી શકે.
આમતો આપણા નાણામંત્રી આરોગ્યમંત્રી પણ છે. જેથી નીતિનભાઈ ને આરોગ્ય અને સંપતિ બાબતમાં શુભેચ્છાની જરૂર ઓછી છે, માત્ર આ આરોગ્ય અને નાણા વિભાગો તેમને હજુ સાથ આપે તેવી શુભેચ્છા પાઠવીએ.
જોકે કૃષિમંત્રી આર.સી. ફળદુ ખેડૂત છે અને તેમની પાસે વાહનવ્યવહાર વિભાગ પણ છે. આ બે વિભાગો અત્યારે ભારે હેરાન કરે છે. ખેડૂતોના પ્રશ્નો પુરા થતાં જ નથી. પાક્વીમાં ને લઈને મોટો હોબાળો છે. પણ સાહેબ આ મુદ્દે કોઈ કશું કરી – બોલી શકે નહિ, ખેડૂતો ને એ કેમ સમજાવવું કે આ પાક વિમાની યોજના એ આપણા સાહેબે તૈયાર કરેલી ‘ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ’છે. તેમાં કાંઈ ખોટું હોઈ જ ના શકે. કાંઈ ખોટું છે એવું કહીએ તો સાહેબ નારાજ થાય. ખેડૂત મિત્રોને આ વાત સમજાય જાય એવી ફળદુ સાહેબને શુભેચ્છા. હેલ્મેટ ટુ બી ઓર નોટ ટુ બી ની સ્થિતિમાંથી બહાર આવે એવી શુભેચ્છા.
કોંગ્રેસ પક્ષને પણ શુભેચ્છાની ઘણીબધી જરૂરીયાત છે જ. પ્રથમ પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાને આપણે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ કે કોંગ્રેસ પક્ષમાં વધેલા બચેલા સૌ કોઈ કાર્યકરો, ચૂંટાયેલા સભ્યો ને સાચવી રાખવાની શ્રી અમીતભાઇને ઈશ્વર તાકાત આપે એવી શુભેચ્છા. નવું સંગઠન થોડા દિવસોમાં જાહેર થશે. હાઈ કમાંડ જે કાંઈ નિર્ણય લેશે તેમાં હોબાળો નક્કી જ હોય છે. તેમાં અમિતભાઈની ચેમ્બરના બારી બારણા સલામત રહે તેવી શુભેચ્છા.
બાકી અર્જુનભાઈ, સિધ્ધાર્થભાઈ, શક્તિસિંહજી વગેરેને પણ ઘણી બધી શુભેચ્છાઓ કે તેમને જાહેર જીવનમાં પોતાની ઓળખ યથવાત રાખવા કોઈ સારા વિવાદો મળી રહે.
આપણા શંકરસિંહજી બાપુને નવા વર્ષે NCP માં જ રહેવા માટેની શુભેચ્છા. નવા વર્ષમાં હવે નવું કશું વિચાર્યા વિના જે જવાબદારી સ્વીકારી છે તેને પૂર્ણ કરવા ભગવાન ભોળોનાથ આપને શક્તિ આપે અને હવે મન ચલિત ન થાય તે માટે શુભેચ્છા.
બાકી છાપાના તંત્રીઓ, નાના છાપાના માલિકો વગેરેને માહિતી ખાતાના નવા નિયમો છતાં ટકી રહેવાની શક્તિ ઈશ્વર આપે તે માટે શુભેચ્છા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.