Home ગુજરાત ગુજરાત સરકારમાં બેટીઓ અસલામત : નવા વર્ષે જ નોંધાઈ પાટનગરમાં દુષ્કર્મની ફરિયાદ,...

ગુજરાત સરકારમાં બેટીઓ અસલામત : નવા વર્ષે જ નોંધાઈ પાટનગરમાં દુષ્કર્મની ફરિયાદ, બે આરોપીઓની અટકાયત

391
0

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાના રખિયાલ ગામની દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. ત્યારે ગાંધીનગર ડી.વાય.એસ.પી એમ. કે રાણાએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે તપાસ કરી બે આરોપી દશરથ સિંહ અને વિજય સિંહની અટકાયત કરી છે. અને સમગ્ર વિગતની તપાસ હજુ પોલીસ કરી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે છોકરી અને છોકરા બે એક જ ગામના નિવાસી છે. ત્યારે સ્કૂલના જવા બહાને આ ઘટનાને બની હતી. સગીરાના પિતા જ્યારે પોતાની દીકરીની શોધવા સ્કૂલ ગયા, ત્યારે છોકરી સ્કૂલમાં ન મળતા પિતાએ છોકરી ને શોધવાનું શરૂ કર્યું હતું. અને છોકરી મળતા જ પિતાએ દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે 376ની કલમ લગાવી ફરિયાદ નોંધી હતી.ગુજરાતમાં મહિલાઓ સુરક્ષાની વાતો કરતી સરકાર મહિલાઓનું સુરક્ષમાં સઘન નિષ્ફળ નીવડતી દેખાઈ રહી છે, ગુજરાતમાં રોજ બરોજ દુષકર્મની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે ગુજરાત સરકારની બેટી બચાવોની સૂફીયાની વાતો તદ્દન ખોટી પડી રહી હોય તેવું દેખાઈ સ્પષ્ટ દેખાઈ રહ્યો છ,હાલ જોવા જઈએ તો ગજરાતમાં દુષકર્મની ફરિયાદોમાં એટલી હદે વધારો થઈ રહયો છે કે તેને રોકવામાં સરકાર સંદતર નિષ્ફળ દેખાઈ રહી છે.ત્યારે જોવાનું હવે એ રહ્યું કે શું સરકાર આવી ઘટનાઓ ઉપર રોક લગાવવામાં સફળ થશે કે પછી મોટી મોટી વાતો માં અને ઉદ્દઘાટનોમા જ વ્યસ્ત રહશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆપણે આપણા સંતાનને માત્ર માણસ થવાનું શીખવાડવાનું છે બાકી સમય સમયનું કામ કરશે
Next articleરૂપાણીજી ને સાહેબનો ફ્રીહેન્ડ ગાલે વાગે નહિ, પણ ગલગલીયા જ કરે એવી શુભેચ્છા