Home ગુજરાત મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ ગુનો નોંધવા રાજ્યપાલને રજુઆત: કેવલસિહ રાઠોડ

મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ ગુનો નોંધવા રાજ્યપાલને રજુઆત: કેવલસિહ રાઠોડ

976
0

(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરિયા),તા. ૨૧/૧૨

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે માનવમળ વાળી ભુગર્ભ ગટર સાફ કરતી વખતે ઝેરી ગેસથી ગુંગળાઈ ને બે સફાઈ કામદારોના કરુણ મોત થયેલા, જે બાબતે મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ ૨૦૧૩ ની જોગવાઈનુ પાલન ન કરાવનાર રાજ્યના મુખ્યમંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા ગુજરાતના રાજ્યપાલને રજુઆત કરવામાં આવી હતી.રજુઆત દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે માનવમળ વાળી ભુગર્ભ ગટર સાફ કરતી વખતે ઝેરી ગેસ થી ગુંગળાઈને બે સફાઈ કામદારોના કરુણ મોત થયેલા જે બાબતે ગુસ્સે ભરાયેલ દલિત સમાજના લોકો થાનગઢ મુકામે છેલ્લા પાંચ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે, આ બાબતે સામાજીક એકતા અને જાગૃતિ મિશનના સંયોજક અને સામાજીક કાર્યકર્તા કેવલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કાયદો અમલમાં હોવા છતાં પણ ગુજરાતમાં આ કાયદો લાગુ ન કરનાર રાજ્યના મુખ્યમંત્રી અને જવાબદાર પદાધિકારીઓના માર્ગદર્શન નીચે સીધી કે આડકતરી રીતે આ પ્રકાર ની ગટરો નુ જોખમી કામ કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે થાનગઢ ના બે યુવાન સફાઈ કામદારો મોહિત નાથાભાઈ સોલંકી અને દિપક દિનેશભાઈ સોઢાના કરુણ મોતથી સમગ્ર થાનગઢમાં સનસનાટી વ્યાપી ગઈ હતી. સફાઈ કામદારોના વિચારમાં એક જ વાત હતી કે, આ કાર્ય અમે પણ કરીયે છીએ જો અમારી સાથે એવું થયું તો પણ સરકાર સાંભળશે નહિ..!! છેલ્લા પાંચ વર્ષ માં માનવમળ વાળી જોખમી ભુગર્ભ ગટરોની સાફસફાઈ દરમિયાન કુલ ૨૦૦ થી પણ વધુ નિર્દોષ સફાઈકામદારોના કરુણ મોત થયા છે. આ તમામ સરકારી હત્યાઓ પાછળ પણ રાજ્ય સરકાર જવાબદાર છે.

ગુજરાતના તમામ ૫૦ લાખ દલિતોની માંગણી છે કે, થાનગઢ હત્યાકાંડ ના આરોપી મુખ્યમંત્રી વિજય રુપાણીનું નામ પોલીસ ફરીયાદમા દાખલ કરી તેમના વિરુદ્ધ ગુનો નોંઘી મુખ્યમંત્રી વિજય રૂપાણીની તાત્કલિક ધરપકડ કરવામાં  આવે. જો દલિતોની માંગણીઓને સ્વિકારવામાં નહીં આવે અને પિડીતોને ન્યાય નહિં મળે તો આગામી દિવસોમાં થાનગઢ હત્યાકાંડ મુદ્દે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન અને દેખાવો કરવાની પણ ચિમકી આપી છે. આ બાબતે દલિત સમાજના લોકોએ ગુજરાતનાં નામદાર રાજ્યપાલ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાઘિશ, ગુજરાત સરકારના મુખ્ય સચિવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક, અનુસુચિત જાતિના નિયામક, રાષ્ટ્રિય અનુસુચિત જાતિ આયોગના પ્રદેશનિયામક તેમજ માનવ અધિકાર આયોગના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરી છે. લેખિત રજુઆતમાં મુખ્યમંત્રી ઉપર શિકજો કસી કાર્યવાહી કરવાની માંગ કરી છે.જેમાં મરણ પામનારના પત્નિઓ, માતા-પિતા, સગાં-સંબંધિઓ અને મુખ્ય ફરિયાદી સહિતનાઓએ ધણાં બધા લોકોએ સહીઓ કરી વિજય રૂપાણી ઉપર ફરિયાદની માંગ કરી છે. સામાજિક કાર્યકર કેવલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોના આંદોલનના સમર્થનમાં થાનગઢ મુકામે એક વિશાળ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના તમામ દલિતો જોડાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNRC: નીતીશકુમારની જાહેરાત પછી ભાજપા પાસે કઈ નૈતિકતા બચી છે…?
Next articleદેશમાં કોઈ ડિટેન્શન કેમ્પ છે જ નહીં, “રાજા” બોલ્યા તે સાચું, ગુગલીયુ ખોટું….!