Home ગુજરાત દેશમાં કોઈ ડિટેન્શન કેમ્પ છે જ નહીં,...

દેશમાં કોઈ ડિટેન્શન કેમ્પ છે જ નહીં, “રાજા” બોલ્યા તે સાચું, ગુગલીયુ ખોટું….!

287
0

(જી.એન.એસ,હર્ષદ કામદાર)
કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી શાસકોએ સાંભળવાનું બંધ કરી કાનમાં ડૂચા મારી શાસન કરવાનું જ યોગ્ય માન્યું છે. પરિણામે જેએનયુ, જામિયાની ઘટના અને સીએએ તથા એનઆરસીના મુદ્દે દેશભરમાં ભારે આક્રોશ પેદા થઈ ગયો છે. અનેક રાજ્યોમાં તેના આકરા પ્રત્યાઘાત પડયા છે. દેશની આર્થિક સ્થિતિ બેહાલ બની ગઈ છે, મંદી-મોઘવારીએ માઝા મૂકી છે, કરોડો લોકોએ રોજગારી ગુમાવી છે તો બેરોજગારી નો આંકડો મોંઘવારીની માફક આકાશને આંબી ગયો છે. આ બધું છતાં ભાજપના શાસકોના પેટનું પાણી હલતું નથી…..! દેશભરમાં પોતાના વિચારોને- શૈલીને લોકો પર લાદી દેવા માંગતો હોય તેવું ચિત્રામણ દેશભરમાં થઈ ગયું છે. ત્યારે જ એનઆરસી મુદ્દે કેન્દ્રમાં ભાજપના સહયોગી પક્ષો પૈકી આસામ ગણ પરિષદે હાથ ઊંચા કરી દીધા છે તો જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર તથા તેમની સાથે અનેક નેતાઓએ પણ વિરોધ કર્યો છે.ઓરિસામાં બિજુ જનતા દળે પણ હાથ ઊંચા કરી દીધા તો તામિલનાડુમાં ભાજપાના સહયોગી અન્નાદ્રમુક માં પણ એનઆરસી મુદ્દે ભાગલા પડી ગયા. આ બધા ભાજપા સહયોગીઓએ એક પછી એક ભાજપાથી પોતાનો ચોકો અલગ કરવા લાગ્યા છે. છતાં ભાજપાના રાજનેતાઓને કોઈ અસર થઈ ન હતી. પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનઆરસી મુદ્દે હાથ ઊંચા કરી દેતા ભાજપા અને તેના રાજનેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ, કાનમાં ડૂચા મારેલા પડી ગયા….! અને ભાજપા સરકારના વડાએ એનઆરસી-સીએએ મુદ્દે બચાવ કરવા મેદાનમાં ઉતારવાની ફરજ પડી CAA તરફી લોકોને એકઠા કરી રેલી યોજી દિલ્હી ખાતે મોદીએ દોઢ કલાકથી પણ વધુ લાંબુ ભાષણ ઠપકાર્યું. પરંતુ તેમણે પોતાના ભાષણમાં દેશમાં એક પણ ડિટેન્શન કેમ્પ નથી એવું કહ્યું… ત્યારે તેઓ જુઠ બોલે છે તેવો દેશભરમાં અને સીએએ મુદ્દે ટેકો આપવા આવેલા પૈકી મોટાભાગના લોકોમાં ભારે અવિશ્વાસ પેદા થઈ ગયો…. કારણ રાજ્યસભામાં ખુદ સરકારે જ વિગતો આપી હતી કે આસામના ડિટેન્શન કેમ્પમાં 28નાં મોત થયા છે. જ્યારે મોદીજી ખુદ કહે છે કે “ડિટેન્શન કેમ્પ જૂઠ છે”. પણ લોકો માનવા તૈયાર નથી… મતલબ સીએએ-એનઆરસી મુદ્દે દેશભરમાં લાંબી લડત ચાલશે…..! ભાજપા વિરુદ્ધ ભારતના લોકો તે સ્પષ્ટ દેખાઈ આવે છે…..!
દેશભરમાં એનઆરસી મુદ્દે આકરા પગલે દેખાવો અને મોટા પ્રમાણમા લોકોનો વિરોધ થઈ રહ્યો છે. જે વિરોધ તોડી પાડવા પોલીસ ફોર્સના બળ પ્રયોગ દ્વારા જે ઘટનાઓ ઘટી રહી છે તે આમ પ્રજાને વધુ ઉશ્કેરી રહેલ છે. બિહારની એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં ખુદ પોલીસ સુમસામ વિસ્તારમાં એક બંધ મકાનના બારણામા લાકડીઓથી ઘોદાવવામાં આવે છે. અને આ વિડીયોએ લોકોમાં વધુ આક્રોશ પેદા કર્યો છે. કેન્દ્ર સરકારે લોકોના આક્રોશને શાંત પાડવા, લોકોનો વિશ્વાસ જાળવી રાખવા અને જે સહયોગી પક્ષોએ એનઆરસી મુદ્દે હાથ ઊંચા કરી દીધા છે તેમને યથાવત ભાજપા સાથે જ રહે તે માટે તાત્કાલિક એનઆરસીનો અમલ કરવામાં નહીં આવે તેવી જાહેરાત કરવી પડશે…..! અને આ કાયદો પરત ખેચવો જરૂરી છે…..! તો જ દેશમાં યથાવત સ્થિતિ બની રહેશે….! તો જે તે ભાજપાના નેતાઓ કે મુખ્ય મંત્રીઓ- મંત્રીઓ ને ખોટી નિવેદનબાજી થી દૂર રહે તેવી સૂચના પણ પક્ષના વડા અને વડા પ્રધાને આપવી પડશે તે પણ અતિ જરૂરી છે…..!
દેશની રાજધાની દિલ્હી ખાતે રવિવારે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હોવાથી મોટાભાગના રાજકીય પક્ષોને પોતાના કાર્યક્રમો રદ કરી દેવાની ફરજ પડી હતી. ટૂંકમાં નવરા પડી ગયા હતા. કોંગ્રેસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,પ્રિયંકા વાડ્રા ગાંધી સહિતના નેતાઓનો ઉપવાસ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. અને સોમવાર બપોરે કાર્યક્રમ શરૂ કરનાર છે. ત્યારે નોંધનીય ઘટના એ બની હતી છે.ભાજપના ફેસ બુક પર હર હંમેશ મોદીનું પ્રવચન અથથી ઇતિ સુધી લાઈવ બતાવવામાં આવે છે. પરંતુ રવિવારે મોદીના કાર્યક્રમમાં મોદીજીનુ લાઇવ પ્રસારણ 45 મિનિટજ પ્રસારિત કર્યું હતું. ટૂંકમાં 45 મિનિટ પછી અટકાવીને જે પી નડ્ડાનું મધ્યપ્રદેશનું જીવંત પ્રસારણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. મતલબ ભાજપાના પેજ ઉપરથીજ મોદીને સાઈડ કરી દેવામાં આવ્યા હતા…. બીજી તરફ કોંગ્રેસ નેતાઓ સોમવારે રાજઘાટ ખાતે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવા સાથે બંધારણની સુરક્ષા તથા બંધારણે આપેલા પ્રજાના અધિકારોની માંગણી બુલંદ બનાવશે…. ટૂંકમાં રાજકીય પંડિતો અને તજજ્ઞોના માનવા મુજબ CAA- NRC મુદ્દે સરકાર પરોઠના પગલા નહીં ભરે ભરવા તૈયાર નહી થાય તો પ્રજાજનોને લાંબો સમય આંદોલન ચલાવવુ પડશે પરંતુ ચલાવી નહી શકે…..! પરિણામે ભવિષ્યે ભાજપના નેતાગણ દેશની મંદી- મોંઘવારી સહિતના પ્રશ્ને કોંગ્રેસ અને વિરોધ પક્ષો પર ઠીકરૂ ફોડશે….!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ ગુનો નોંધવા રાજ્યપાલને રજુઆત: કેવલસિહ રાઠોડ
Next articleબિન સચિવાલય ભરતી કૌભાંડ, સીટનો રિપોર્ટ અમાન્ય…પોલીસનો ફેર તપાસનો આદેશ…!??