Home ગુજરાત જાન્યુઆરીમાં ત્રણ દિવસીય સમસ્ત બ્રહ્મ સમાજનો મેગા બિઝનેશ સમિટ-૨ યોજાશે, કેટલાક ઉદ્યોગકારો...

જાન્યુઆરીમાં ત્રણ દિવસીય સમસ્ત બ્રહ્મ સમાજનો મેગા બિઝનેશ સમિટ-૨ યોજાશે, કેટલાક ઉદ્યોગકારો લેશે ભાગ

305
0

(જી.એન.એસ.રવિન્દ્ર ભદોરીયા)
ગાંધીનગર ખાતે આવેલ પથિકા આશ્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું. આ પ્રેસ વાર્તામાં આવનાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૨ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ ગાંધીનગર અડાલજ ત્રીમંદિર પાસે યોજાશે. સમાજના પૈસા સમાજમાં રહે તેવા ઉદ્દશય સાથે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
પત્રકારોને સંબોધતા બ્રાહ્મણ સમાજના આગેવાન યજ્ઞેશ દવે જણાવ્યું કે ત્રીમંદિર અડાલજ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં આગામી 3,4,5 જાન્યુઆરી ત્રણ દિવસ મેગા બ્રાહ્મણ બીઝનેસ સમિટ-૨ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ -૨ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ૩ લાખ ૨૫ હાજર ચોરસ મીટર જેટલી જગ્યામાં આ ત્રી-દિવસીય કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ બ્રહ્મ પરિવારના મુલાકાતીઓ ભાગ લેશે. આ બિઝનેસ સમિટ માં B.2.B અને B.2.C મિટિંગ તેમજ રોજગાર મેળો તથા ૬૦૦ થી વધુ બ્રહ્મ પ્રતિભાઓને સન્માનીત કરવામાં આવશે. ત્યારે ૧૦ હજારથી વધુના સમાજના યુવક-યુવતીઓને રોજગારી આપવાનો એક સંકલ્પ હાથ ધરાશે. આ સંપૂર્ણ કાર્યક્રમ સાથે સાથે 3 જાન્યુઆરીએ ધર્મસભાનું આયોજન પણ કરશે. આ ધર્મસભાને સંબોધવા અન્ય રાજયથી સાધુ સંતો, મહંતો ઉઓસ્થિત રહશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણીઓ પણ ભાગ લઈ કાર્યક્રમ ને આગળ ધપાવશે. ત્યારે આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા સ્ટોલ અને 15 હજાર જેટલા બ્રહ્મ સમાજના યુવાનોને નોકરી આપવાની કવાયત હાથ ધરાશે. અને 121 જેટલા કથાકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધર્મસભા સંબોધશે.
ગુજરાત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ અગાઉ ૨૦૧૮માં ગાંધીનગર મહાત્મા મંદિર માં યોજાયો હતો જેમાં ૪૨૦૦ થી વધારે બ્રહ્મ સમાજની યુવતીઓને નોકરી આપવામાં આવી હતી. આ બિઝનેસ સમિટ નો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમાજના પૈસા સમાજમાં જ રહે અને સમાજના યુવાનને રોજગારીનું કે પ્લેટફોમ મળે તે ઉદ્દેશ્યથી આ સમિટનું આયોજન કરવામાં આવે છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મેગા મેગા બ્રાહ્મણ બીઝનેસ સમિટ-૨ માં ભૂ-દેવ પરિવારો માટે બ્રહ્મ હેલ્થ કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવશે. અને તબીબી સારવાર માટે નામાંકિત હોસ્પિટલ, લેબોરેટરી,દવાખાના વગેરેમાં લાગુ થશે.
ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટના ઉપક્રમે હવે સમાજ પણ પોતાની સમિટની રચના કરી સમાજના વ્યવસાય માટે અવારનવાર કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ૨૦૧૮ અને હવે ૨૦૨૦માં પણ મેગા બ્રહ્મ બિઝનેસ સમિટ-૨ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ-૨ ગાંધીનગરમાં યોજવા જઈ રહ્યું છે. જેમાં ધર્મ ગુરુ અને ઉદ્યોગકારો પણ ભાગ લઈ આ સમિટ ને સફળ બનાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપત્રકાર બીજા માટે લડે પણ તે ભગવાન નથી કે બધાની સમસ્યાનો ઉકેલ લાવી દે….
Next articleનાગરિકતા સુધારા કાયદો-બકરુ કાઢતા ઊંટ પેઠું…….!!