Home ગુજરાત નાગરિકતા સુધારા કાયદો-બકરુ કાઢતા ઊંટ પેઠું…….!!

નાગરિકતા સુધારા કાયદો-બકરુ કાઢતા ઊંટ પેઠું…….!!

391
0

(જીએનએસ: હર્ષદ કામદાર)
કેન્દ્રની ભાજપ સરકાર નાગરિક કાયદો લાવી પરંતુ કાઢતા ઊંટ પેઠું બનવા જઈ રહ્યો છે. જો નાગરિકતા કાયદો સારો છે તેમ રાજ નેતાઓ કે તેમના ટેકેદારો કહેતા હોય તો પછી દેશભરમાં આટલો મોટા પ્રમાણમાં લોકો નો વિરોધ શા માટે થઈ રહ્યો છે….? આ કાયદાનો વિરોધ કરવા દેશભરમાં તમામ જ્ઞાતિ જાતિ ના લોકો સંયુક્ત-એકાત્મતાથી જોડાઈ ગયા છે. તે માત્ર વિરોધ પક્ષને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે તેવુ માનવું કેન્દ્રની ભાજપા સરકારની મોટી ભૂલ છે….! ઉત્તર-પૂર્વમાં 19 લાખ જેટલા ઇમિગ્રન્ટ્સ છે. જેમાં મોટાભાગના બાંગ્લાદેશના છે. ઉત્તર-પૂર્વમાં 100 જેટલી જનજાતિઓ છે અને તેમની સાંસ્કૃતિક ઓળખ છે. જો અહી બીજી સંસ્કૃતિના કે બહારના લોકો વસવાટ કરી જાય તો ત્રિપુરા રાજ્ય જેવી હાલત થઈ જાય. ત્રિપુરાના મૂળ લોકો કહે લઘુમતીમાં આવી ગયા છે. એક સમયે અહી નિરાશ્રિત તરીકે આવી વસી ગયેલા બહારના લોકો સત્તામાં આવી ગયા છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે આસામની માંગણી સ્વીકારવામાં કેમ ના આવી….? તો ઉત્તર-પૂર્વમાં 19 લાખ બાંગ્લાદેશીઓ છે તેમના પર નાગરિકતા સંશોધન કાયદો શા માટે લાગુ પાડવામાં આવ્યો નહીં.…..? અને હવે રાજકીય લાભ ખાટવા કે પછી લોકોના આર્થિક પ્રશ્નો,રોજીદા સળગતાઍ પ્રશ્નો, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણમાં બેફામ ફી, કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો, જાહેર સાહસો વેચી દેવા, ઉદ્યોગોની મોટાપાયે કરોડોની લોન માફી. સહિતના પ્રશ્નો ભુલાવવા કે પછી દેશની આર્થિક મંદી ડાઇવર્ઝન કરવા રૂપે નાગરિકતા કાયદો દેશભરમાં લાગુ પાડી દીધો…..? તે બાબત લોકો સમજી ગયા છે. જો કે કેન્દ્રની ભાજપા સરકાર લોકોમા ઓહાપોહ સર્જવામા સો ટકા સફળ થઈ છે….! પરંતુ તેને ધારેલી વ્યુહ રચનામાં તે પોતે જ ફસાઈ ગઈ છે….! દેશભરમાં જે તે પ્રશ્ને લોક વિરોધ થતો- દેખાવો થતાં તેને પોલીસ બળ પ્રયોગ દ્વારા દાબી દેવામાં સફળતા મળેલ… એટલે આ કાયદાનો વિરોધ કરનારાઓને દાબી દઈ શકાશે તેવા સ્વપ્નમાં રાચતી કેન્દ્ર સરકાર પ્રજાની ઈચ્છા પારખવામાં મોટી થાપ ખાઈ ગઈ છે….! તે હકીકત છે. અત્યારે દેશભરમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ જે વિરોધ વંટોળ સર્જાયો છે તે જોતાં આ કાયદો પરત ખેચવો તે બાબત ભાજપના રાજનેતાઓ લોકવિરોધ જોઈને સમજે તો ભાજપાનું અને દેશનું હિત છે….!
કેન્દ્ર સરકારે તાજેતરમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિવિધ ફી વધારો કરતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. તેમને દેખાવો કર્યા, રેલીઓ કાઢી પરંતુ પોલીસ બળ પ્રયોગ દ્વારા તેનો ઉહાપોહ દાબી દીધો. જેના પડઘા દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાં પણ પડ્યા અને આ સમય દરમિયાન જ કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધનાત્મક બીલ લાવી અને લોકસભા, રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ. રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી. પરંતુ જે દિવસે લોકસભામાં આ બીલ મૂક્યું તે જ દિવસે ઉત્તર- પૂર્વના રાજ્યોમાં લોકો મેદાનમા આવી ગયા હતા. ભારે આક્રોશ સાથે વિરોધ કર્યો. તેમાં જામિયા મિલિયા યુનિવર્સિટી પાસે થયેલા દેખાવોમાં પોલીસ આ યુનિવર્સિટીમાં ઘૂસી ગઈ અને વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ પર બેહદ લાઠીચાર્જ કર્યો.ટીયર ગેસ છોડ્યો જેના વિડીયો વાઈરલ થતા દેશ ભરમાં વિદ્યાર્થી જગત-યુવા જગત અને લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો. ત્યારે વોશિંગ્ટન હાવર્ડ યુનિવર્સિટી બહાર આ બિલનો ભારે વિરોધ પ્રદર્શનો થયા. જેના પડઘા વિશ્વના અનેક દેશોમાં પડ્યા….! પરિણામે કેટલાક દેશોએ ભારતના પ્રવાસે આવેલા કે કાર્ય કરતા પોતાના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તથા પરત ફરવા સલાહ આપી તો પ્રવાસે ન જવા માટે પણ સલાહ આપી. ત્યારે દેશમા બનતી ઘટનાઓને જોઈને વિશ્વના પ્રવાસીઓ ભારતમાં આવવાનું ટાળશે તો રોકાણકારો અહીં રોકાણ કરવા આવતા અટકશે જે ભારત માટે મોટું નુકસાન થશે. તે વાત પણ સમજવી અતિ જરૂરી છે…..!
ભારતનું બંધારણ ઘડનાર આ લોકો ઉચ્ચ અભ્યાસ કરેલા, વિચારશિલ અને નિષ્ણાત લોકો હતા. તેમને દુનિયા જોઈ હતી, તેમને ખબર હતી કે ભારતમાં વિવિધ ધર્મના લોકો વસે છે. તેમના વચ્ચે વૈમનસ્ય ન થાય- ઝઘડા ન થાય તેમજ બધા સાથે રહી શકે તે માટે ભારતમાં બિન સાપ્રદાયિકતાજ ચાલે અને એ મુજબ બંધારણ ઘડવામાં આવેલ. તેમાં ગાંધી વિચાર ચાલે ગોડસે વિચાર ન ચાલે. તે વાત ભાજપના રાજનેતાઓએ સમજવાની જરૂર છે….! બંધારણના ઘડવૈયાઓએ ભારતમાહેની વિવિધતાનો સ્વિકાર કરી શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ બની રહે તે માટે દેશને સેક્યુલર કોન્સ્ટિટ્યૂશન આપવામાં આવ્યું છે.નાગરિકતા કાયદા સામે તારીખ 19-12- 2019 ના રોજ બંધનું એલાન અપાયુ હતુ ત્યારે દેશ ભરમા સૌથી વધુ દેખાવો અને વેપાર-ધંધા બંધ રહ્યા તેમા દિલ્હી, યુપી, બિહાર, કર્ણાટકા, મહારાષ્ટ્ર, ચંદીગઢ, હૈદરાબાદ, અમદાવાદ, મુંબઈ, બેંગલોર, લખનઉ, દિલ્હી, અજમેર, કલકત્તા, જયપુર જેવા અનેક મોટા નાના શહેરોમાં વેપાર-ધંધાદારીઓએ મોટા પ્રમાણમાં બંધ પાળ્યો છે અને લોકો રસ્તા પર ઉપર આવી વિરોધ પ્રદર્શનો કર્યા છે. જેને લઇને યુપી, કર્ણાટકમા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તો અન્ય શહેરોમાં અનેક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ ફોર્સ દ્વારા હજારોની સંખ્યામાં દેખાવકારોની અટકાયત કરવામાં આવેલ છે. ત્યારે લોક વિરોધ જોઈ- સમજીને નાગરિકતા કાયદો પરત ખેચવો તે દેશના હિતમાં- ભાજપાના હિતમાં છે….! બાકી દેશની પ્રજા સળગતા પ્રશ્નોથી વાજ આવી ગઈ છે-ત્રાસી ગઈ છે. એટલે કોઈ રાજકીય પક્ષનું ઉપજણ પણ જોખમાશે તે પણ હકીકત છે…..!!..વંદે માતરમ્.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજાન્યુઆરીમાં ત્રણ દિવસીય સમસ્ત બ્રહ્મ સમાજનો મેગા બિઝનેશ સમિટ-૨ યોજાશે, કેટલાક ઉદ્યોગકારો લેશે ભાગ
Next articleચાલો,કોઈએ તો સ્વિકાર્યું કે મોદી રાજમાં ખરેખર મંદી છે…..!