Home ગુજરાત મિ. અમૂલકુમાર, અમારે પણ ઘરનું પોષણ કરવાનું છે, હોં….બહાનાબાજી બંધ કરો…!

મિ. અમૂલકુમાર, અમારે પણ ઘરનું પોષણ કરવાનું છે, હોં….બહાનાબાજી બંધ કરો…!

526
0

અમૂલ ડેરીએ પોતાના 73માં સ્થાપના દિવસે જ ભાવ વધારો કરીને ઉજવણી કરી…
શ્રીમાન, સોઢીજી જરા બતાવશો કે અમૂલ ગુજરાતમાં 35 હજાર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કેટલા લિટર દૂધ વિના મૂલ્યે આપે છે….?
છેલ્લાં 8 વર્ષમાં અમૂલની આવક 8005 કરોડથી વધીને 33,150 કરોડ પર પહોંચી છે…

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે), તા.16
અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા…..! કેટલી સરસ જાહેરખબર આવે છે નહીં ટીવી-રેડિયો વગેરે.માં. નાચતા કૂદતા બાળકો અમૂલ પીતા જાય અને અમૂલ દૂધના ગૂણગાન ગાતા જાય….પણ આ અમૂલ દૂધ મોંઘૂ થાય ત્યારે શું કહીશું….? મેંહગા દૂધ પીતા હૈ ઇન્ડિયા…..? અથવા અમૂલ કા મેંહગા દૂધ પીતા હૈ ઇન્ડિયા….?
સહકારી ક્ષેત્રની અમૂલ ડેરીને ફાસ્ટ મૂવીંગ કન્ઝ્યુમર ગુડઝ એટલે કે એફએમસીજી-FMCG કંપની બનવાના અભરખા જાગ્યા છે. કોઇ પૂછનાર નથી આ અમૂલને કે ભાઇ તે શેના માટે દૂધના ભાવમાં દિલ્હી વગેરેમાં લિટરે 3 રૂપિયા અને ગુજરાતમાં લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો….?
જવાબ તૈયાર જ હોય. દૂધ પુરૂ પાડનાર પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારમાં વધેલા ભાવ વગેરે.ને જોતાં દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો.
અમૂલની વેબસાઇટ પર મૂકાયેલી અખબારી યાદી દર્શાવે છે કે અમૂલની સાથે ગુજરાતમાં 36 લાખ દૂધઉત્પાદકો છે જે મોટા ભાગે ખેડૂતો છે. છેલ્લાં 7 વર્ષમાં આ દૂધઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ પર અપાતા ભાવમાં 4 ગણો વધારો કરીને 680 રૂપિયા આપે છે. આ 2017નો ભાવ છે. બે વર્ષમાં તેમાં વધારો થયો જ હશે. દૂધની આવક રોજની 300 લાખ લીટર છે.
14 ડિસે.1946ના રોજ સ્થપાયેલી અમૂલ ડેરીએ પોતાના 73માં સ્થાપના દિવસે જ ભાવ વધારો કર્યો. વધતી જતી મોંઘવારીમાં અનિવાર્ય એવા દૂધના ભાવમાં નફો કરતી ડેરી વધારો કરીને કરોડો વપરાશકારો પર આર્થિક બોજ વધારે છતાં શાસકો….? હમ એનઆરસી લાયેંગે….હમ નાગરિક્તા દેંગે….(લેકિન મેંહગાઇ કમ નહીં કરેંગે….મૈં પ્યાજ ખાતી નહીં…મુઝે ક્યા લેનાદેના પ્યાજ કી બઢતી કિંમતો સે……પેટ્રોલ-ડિઝલ કે ભાવ તો બઢેંગે, સરકાર કૈસે ચલેંગી…..)માં વ્યસ્ત છે.
28 મે 2019ની અખબારી યાદી પ્રમાણે, અમૂલની આવક કે ટર્નઓવર 33 હજાર કરોડને પાર થઇ છે. વેચાણમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લાં 8 વર્ષમાં અમૂલની આવક 8005 કરોડથી વધીને 33,150 કરોડ પર પહોંચી છે. દૂધ ઉત્પાદકોને સૌથી વધુ ચુકવણું થયું છે. અંદાજે 105 ટકાનો વધારો અપાયો છે એમ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર કહે છે.
અમૂલ પોતાના પ્રોડક્ટના વિજ્ઞાપન પાછળ વર્ષે કરોડો -કરોડો રૂપિયા ખર્ચે છે. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સસર કરે છે. સ્પોન્સર કરવું એટલે તેની પાછળ ખર્ચ કરવો. સહકારી ડેરીના નામે અન્ય સરકારા લાભ મળતા હોય તે લટકામાં. અમૂલને દૂધ આપનારા ખેડૂતોને સામાન્ય ખેડૂતની જેમ મળતા લાભો જેમ કે સસ્તી વીજળી, આવક પર કોઇ ટેક્સ નહીં અને અમૂલ દ્વારા ઉંચો ભાવ. દૂધ ઉત્પાદકોની સંખ્યા 36 લાખ. એટલે 36 લાખ ખેડૂતોને ઉંચા ભાવ આપવા માટે કરોડો વપરાશકારો જેમાં મોટા ભાગના ગરીબ અને મધ્યમ વર્ગના, તેમના પર બોજ નાંખવામાં આવે છે.
ડિયર અમૂલકુમાર, તમે તમારા વિજ્ઞાપન પાછળનો ખર્ચ બંધ કરશો ને તો દૂધના ભાવમાં વધારો નહીં કરવો પડે એટલા નાણાંની બચત થશે. વિવિધ કોર્પોરેટ સ્પોન્સરશીપના ધંધા બંધ કરો. તમે સહકારી મંડળી છો, કંપની નહીં. અને કંપની બનાવી હોય તો જાહેર કરો જેતી સહકારી મંડળીના નામે જે લાભો લેતા હોય તેની પણ લોકોને જાણ થાય.
ડિયર અમૂલકૂમાર, તમે તાજેતરના ભાવ વધારા અંગે એક દૂધની બરણી લઇને ઉભેલી એક મહિલાનો ફોટો છાપીને વિજ્ઞાપન આપીને કહ્યું કે “એ રાષ્ટ્રનું પોષણ કરે છે. એણે પોતાના પરિવારનું પણ પોષણ કરવાનું છે.” શક્ય છે કે એ મહિલા અમૂલ ડેરીમાં દૂધ ભરતી હશે. મહિલાનો ફોટો છાપીને અમૂલે સંવેદનાનો ગેરલાભ લેવાનો પ્રયાસ તો નથી કર્યો ને….?
ડિયર અમૂલકુમાર, જેમ એ મહિલાને એના પરિવારનું પોષણ કરવાનું છે એમ અમૂલ દૂધની છેલી ખરીદનારને પણ પોતાના પરિવારનં પોષણ કરવાનું છે હોં….! આજના સમયમાં મંદીના મારમાં પરિવારનું પોષણ કઇ રીતે થાય છે એ નાણામંત્રીને ખબર નહીં પડે. કેમ કે એ તો એમ કહેશે કે હું તો મહિલા છુ…અને હું ક્યાં નોકરી કરૂ છું….! સરકાર હારી તો સીધા ઘરભેગા….! એટલે ડિયર અમૂલકુમાર, આટલો ભાવ વધારો યોગ્ય નથી. તમે જેમનું પોષણ કરો છો એની ચિંતા કરવાની સાથે એમના પોષણનો આધાર જેમના ઉપર છે એ વપરાશકાર જો અમૂલનું મોંઘુ દૂધ પીવાનું છોડીને સામાન્ય ડેરીનું દૂધ ખરીદવાનું શરૂ કરશે તમારાના છાશવારના ભાવ વધારાથી તો 50 હજાર કરોડના વેચાણવાળી એફએમસીજી કંપની બનવાનું સપનું કઇ રીતે પૂર્ણ થશે ભલા…?
સરકારમાં બેઠેલા એમ કહીને છટકી જાય છે કે અમૂલ તો સહકારી મંડળી છે, સરકાર તેમાં માથુ ના મારે. પણ એ જ અમૂલ સરકારની સામે પડે ત્યારે કેવા ફટાફટ પગલા ભરવામાં આવે છે…?
સહકારીતાના નામે અમૂલને આટલી છૂટછાટ ના અપાય. દૂધ એક આવશ્યક પોષક આહાર છે. રોજનું કમાનારને પણ એક કપ ચા બનાવવા માટે દૂધ જોઇએ છે. એનો ગેરલાભ એ ઇજારાશાહી ધરાવતા ડેરીનો નૈતિક ગુનો છે…!
36 લાખ દૂધઉત્પાદકોના ખભે બંદૂક મૂકીને 36 કરોડ કરતાં વધુ દૂધ વપરાશકારોને વારંવાર દૂધ વધારાના બહાને બાનમાં લેવાનું બંધ કરે અમૂલના સંચાલકો. શું નફા માટે ચાલે છે સહકારી મંડળી….?
શ્રીમાન, સોઢીજી જરા બતાવશો કે અમૂલ ગુજરાતમાં 35 હજાર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કેટલા લિટર દૂધ વિના મૂલ્યે આપે છે….? આપે છે ખરા….?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટાટા સુમો ગાડીની ચોરી કરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો
Next articleમાનનીય ઈરાનીજી, હૈદરાબાદની ઘટના બાબતે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હોત તો….?