Home અન્ય રાજ્ય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભયાનક…..

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભયાનક…..

53
0

ગુજરાત,

(જી.એન.એસ) તા. ૨  

 રાજ્યમાં મેઘરાજાએ રીતસર રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. જૂનાગઢમાં ગત રાત્રીએ મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કરતાં લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. દામોદર કુંડ , નરસિંહ કુંડ અને વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ જૂનાગઢના રસ્તાઓ પર વહેવા માંડ્યો હતો. બીજી તરફ હજું પણ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેથી કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથાં જૂનાગઢ, સૂરત, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીતેલા 22 કલાકમાં રાજ્યમાં 250 તાલુકાઓમાં મેઘરાજાની મહેર થઇ છે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleSakuma Exports એ બોનસ શેરની જાહેરાત કરી
Next articleનિફટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!