Home ગુજરાત ગાંધીનગર નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ...

નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

18
0

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નાગરિકોને પોતાની નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણની સુચારૂ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સામાન્ય માનવીના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં તેમણે રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે સંબંધિત કલેક્ટરો-વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જૂન-૨૦૨૪ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ ઉદ્યોગ, શહેરી વિકાસ, મહેસૂલ, માર્ગ-મકાન, ગેરકાયદે બાંધકામ દૂર કરવું તથા સરકારી પડતર જમીનમાં દબાણ દૂર કરવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે શાળાપ્રવેશોત્સવના કારણે ૨૯ જૂન, શનિવારે યોજાયો હતો. આ કાર્યક્રમની આજની કડીમાં ૧૨ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જૂન મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ-૨,૧૪૫ રજૂઆતોમાંથી ૭૨.૩૧ ટકા એટલે કે ૧,૫૫૧ રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે. આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ તથા મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેકટર, ડી.ડી.ઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો, ડિરેક્ટર પરેશ શાહની ધરપકડ
Next articleસહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા