Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી

ગાંધીનગરમાં સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી

15
0

(જી.એન.એસ),તા.૨૮

ગાંધીનગર,

ગાંધીનગરમાં સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી છે. તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના રીપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે. લોખંડે પર પહેલા પણ લાંચ લેવાનો કેસ થયો હતો. હોદ્દાનો દૂરપયોગ કરીને ગેરરીતી આચરી હોવાની ફરિયાદ છે. ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ પર લાલ આંખ કરી છે. એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવા માં આવ્યા છે. આ અગાઉ પણ એક અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાતે ગયા હતા. ત્યારે જે પણ અધિકારીઓ ફરજ પર હાજર ન હતા. તેમના સામે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે. તેમજ જે પણ અધિકારીઓ નિયમ વિરોદ્ધ કામ કરતા હોય તેવા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટના TRP ગેમઝોન આગકાંડનો કેસમાં RMCએ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કર્યા હતા.  આ અધિકારીને ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.  આ અગાઉ TRP ગેમઝોનમાં લાગેલી આગ બાદ બેદરકારીનો આરોપ લાગવામાં આવ્યો હતો. આગની ઘટના બાદ ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરી ન હોવાનું સામે આવ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચની SITએ ઇલેશ ખેરની ધરપકડ કરી હતી.  રાજકોટ મનપાએ અત્યાર સુધી આ મામલે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. બીજી તરફ સુરતના કામરેજ પોલીસ મથકના PI ઓમદેવસિંહ જાડેજા સસ્પેન્ડ કરાયા હતા.  રાજ્ય પોલીસ વડાએ PI ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમે અંત્રોલી ગામથી કેમિકલ ચોરીનું કૌભાડ ઝડપી પાડ્યું હતું. કેમિકલ માફિયા વિપુલ બલર, રાણા ભરવાડ સહિતના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તપાસમાં PI ઓમદેવસિંહ જાડેજાની બેદરકારી કરી હોવાનું સામે આવ્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી
Next articleએરટેલ રિચાર્જ પ્લાન્સ મોંઘા થશે, કંપનીએ ભાવમાં વધારો કર્યો