Home મધ્ય ગુજરાત અમદાવાદ ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ...

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ -સ્પેસિફિકેશન ” પર માનક મંથનનું આયોજન

21
0

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન

યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 27મી જૂન 2024ના રોજ વીર સાવકર હોલ, મેમ્કો ચાર રસ્તા ની પાસે, અમદાવાદ ખાતે ડ્રાફ્ટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS 9283:2024 “સબમર્સિબલ પમ્પસેટ માટેનાં લાઇન ઓપરેટેડ એસી મોટર્સ-સ્પેસિફિકેશન” પર “માનક મંથન”નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ઉત્પાદકો અને વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત 40થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. 

માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો  અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો  એક કાર્યક્રમ છે. ડ્રાફ્ટ IS 9283:2024 એ મોટર્સ માટેની તકનીકી આવશ્યકતાઓને સ્પષ્ટ કરે છે, જેનો ઉપયોગ સબમર્સિબલ તેમજ ઓપનવેલ સબમર્સિબલ પંપસેટ્સના ઉત્પાદનમાં વ્યાપકપણે થાય છે.

સલામતી, ગુણવત્તા અને ટકાઉ વિકાસને સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત ડ્રાફ્ટ માનક ઘડવામાં આવ્યા છે. ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ દરેક મોટર માટે વિવિધ કાર્યક્ષમતા સ્તર સહિત વિવિધ પ્રકારની મોટર્સની કામગીરીની લાક્ષણિકતાઓને

 સંબોધિત કરે છે.

શ્રી સુમિત સેંગર, BIS, અમદાવાદના નિદેશક અને પ્રમુખએ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો . તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ

વપરાશકર્તા અને હિસ્સેદારોબંને ને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે BISની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેલ આઈડી : ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં વરસાદી વીજળીના કારણે એક યુવાને અને 40 ઘેટા બકરાના મોત
Next articleધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.